સિહોર અને પંથકની અનેક સંસ્થાઓમાં રંગેચંગે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

દેશભક્તિ સાથે ત્રિરંગાને સલામી, પરેડ, માર્ચપાસ્ટ, ટેબ્લો નિદર્શન, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, વૃક્ષોરોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ગૌતમ જાદવ
સમગ્ર સિહોર અને પંથકમાં દેશભક્તિ સાથે ૭૧મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન થી ઉજવણી કરાઈ હતી. સિહોરની અનેક સંસ્થાઓ શેક્ષણિક શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી થઈ હતી અને ગર્વભેર ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત પરેડ, માર્ચપાસ્ટ, ટેબ્લો નિદર્શન, વૃક્ષારોપણ, સન્માન સમારંભ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સાથે સાથે તિરંગા યાત્રામાં દેશ ભક્તિના ગીતો, ભારત માતા, સૈનિકો, નેતાજી સહિતના વેશભૂષા યોજવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો, ભારત માતા કી જય, વંદે માતરમ નારા સાથે વિઘાર્થીઓ દ્વારા દેશ ભક્તિ મય વાતાવરણ બનાવી દીધુ હતુ. શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર પંથકમાં માહોલ દેશભક્તિનો સર્જાયો હતો.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ રાષ્ટ્રીય ગીતો ઉપર કૃતિઓ રજૂ કરીને પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ૭૧માં ગણતંત્ર પર્વની સિહોર સહિત આસપાસના પંથકોમાં શાળાઓ કોલેજો સામાજિક સંસ્થાઓ સરકારી કચેરીઓમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here