સિહોર ટાણા રોડ પર આવેક ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

દેવરાજ બુધેલીયા
સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા. ૨૧/૦૩/૨૦૨૦ થી તા. ૨૬/૦૩/૨૦૨૦ સુધી એસ.બી.આઈ. બેંકના સીક્યુરીટી ગાર્ડનું વાર્ષિક ફાયરિંગ પ્રેકટીસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર શ્રી ઉમેશ વ્યાસ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ ૧૩૧ મુજબ સજા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here