સિહોર વિદ્યામંજરી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગરૂપે વિજ્ઞાન મેળાનું આયોજન

દેવરાજ બુધેલીયા
સિહોર વિદ્યામંજરી ખાતે આવતીકાલે શુક્રવારે સવારે ૦૮:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન વાલિમીટીંગની સાથે કેન્દ્ર સરકારનાં નિતિ આયોગનાં સૌજન્યથી બાળકોમાં સર્જનાત્મકતા અને સંશોધન કૌશલ્યનાં સિંચન અને વિકાસ માટે “અટલ ટિંકરીંગ લેબ” નો શુભારંભ અમારી શાળામાં થઈ ગયેલ છે. આ અટલ ટિંકરીંગ લેબમાં બાળવૈજ્ઞાનીકોએ બનાવેલ પ્રયોગોનું ભવ્ય પ્રદર્શન “વિજ્ઞાન મેળા” ના સ્વરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ સ્વરૂપે રજુ કરવા જઈ રહ્યા છીએ.

તો આ અવસરે સિહોર શહેરની જાહેર જનતાને તેમજ સિહોર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા અને બાળવૈજ્ઞાનીકોની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહીત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન દિપ્તીબેન ત્રિવેદી (પ્રમુખશ્રી સિહોર નગરપાલીકા)નાં વરદ હસ્તે કરવામાં આવશે. આ વિજ્ઞાન મેળામાં જુદા જુદા સાત (૭) વિભાગોમાં સિત્તેર(૭૦) થી પણ વધારે પ્રયોગો રજુ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અટલ ટિંકરીંગ લેબનાં બાળવૈજ્ઞાનીકો અને ATL કન્વીનર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here