ઘરોમાં ઘૂસીને તોડફોટ સહિતની ઘટના બની હોવાની અનેક ચર્ચાઓ, સામાન્ય બોલાચાલીમાં બે જૂથ સામસામે ઘસી આવ્યા હોવાની વાત, ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ નથી, કલાકો સુધી ડ્રામાં ચાલ્યો હોવાનું કહેવાય છે

શંખનાદ કાર્યાલય
સિહોર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે કાયદો કે પોલીસનો લેશમાત્ર અસામાજિક તત્વોમાં ડર રહો નથી છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે સામાન્ય જનતા ભયના હોથાર હેઠળ જીવી રહી છે ગઈકાલે રાત્રીના સિહોરના ટાણા રોડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ધમાંસણ સર્જાયું હોવાની વાતો વહેતી થઈ છે જેને લઈ ભારે ચકચાર મચી છે.

મેજિક ચાલક સાથેની ગાળાગાળી અને સામાન્ય બોલાચાલીમાં રીતસર બે જૂથો જાહેરમાં હથિયારો લઈને ઘસી આવ્યા હતા અને એકબીજાના ઘરોમાં તોડફોડ થઈ ત્યાં સુધી વાત વણસી હોવાનું કહેવાઈ છે નામચીન યુવાન શખ્સના બન્ને નાના ભાઈઓ અને માલઢોરની હેરાફેરી કરી અગાઉ અનેક કેસોમાં સંડોવાયેલ કૃખ્યાત શખ્સ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું છડેચોક ચર્ચાઓ ચાલી છે જે ડ્રામાં રાત્રીના ક્લાકો સુધી ચાલ્યો હોવાનું કહેવાય છે આ મામલે ઘટનામાં રાત્રીના પોલીસ પણ દોડી ગઈ હોવાની પ્રાથમિક જાણવા મળે છે.

સામાન્ય બોલાચાલીમાં વાત વણસી હોવાનું કહેવાય છે અને મામલો એકબીજાના ઘરો સુધી હથિયારો લઈને તોડફોડ સુધી પોહચી ગયો હોવાની વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે આ મામલે રાત્રીના લોકોના ટોળા પણ એકઠા થયા હતા જોકે ઘટનામાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here