સ્થાનિક જવાબદાર તંત્રની મીઠી મહેરબાની હેઠળ લીલા લાકડાઓ ભરી બિન્દાસ ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાંની વ્યાપક ચર્ચાઓ

શંખનાદ કાર્યાલય
સરકાર દ્વારા મોટા મોટા તાયફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૃપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જવાબદાર તંત્રના મેળાપીપણાથી દિવસ રાત લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરતા ઈસમો બેફામ બન્યા હોવાની રાવ ઉઠી છે અને જવાબદાર તંત્રએ જાણે આંખે પાટા બાંધીને આરામ ફરમાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં રાત-દિવસ રોડ પર બિન્દાસ પણે કોઈ ડર વિના લીલા વૃક્ષો કાપીને જોખમી રીતે ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું છે.

છતાં પણ જવાબદાર તંત્ર મુકબધીર બની જતું હોય તેમ પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચાઓ ઉઠી છે તાલુકાના વિસ્તારોમાં છડેચોક બેરોકટોક લીલા લાકડા ભરીને વાહનો ઠલવાઈ રહ્યા છે. તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોનું લાકડું રાત-દિવસ રોકટોક વગર જોખમી રીતે વહન કરવામાં આવે છે. લાકડાઓ ત્રણ વ્હીલ છકડાઓ અને ટ્રેક્ટર જેવા વાહનોમાં ઓવરલોડ ભરી હેરાફેરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે અસરકારક પગલાં નહીં ભરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે.

સુકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ લાખો રૃપિયા ખર્ચ કરે છે પરંતુ પંથકના વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવા છે. તંત્રના નીતિ નિયમોને બાજુમાં મુકીને વૃક્ષોનું છડેચોક નિકંદન થઈ રહ્યું છે. ટ્રેક્ટરો અને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિંદાસથી જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી હોવાની રાવ ઊઠી છે જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં લાકડાનો ધંધો, કરનારાઓને ઘી-કેળાં થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here