સિહોર વિદ્યામંજરી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન મેળોનું આયોજન

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની વિદ્યામંજરી ખાતે આજે વાલિમીટીંગની સાથે કેન્દ્ર સરકારનાં નિતિ આયોગનાં સૌજન્યથી બાળકોમાં સર્જનાત્મકતા અને સંશોધન કૌશલ્યનાં સિંચન અને વિકાસ માટે “અટલ ટિંકરીંગ લેબ” નો શુભારંભ આ શાળામાં થઈ ગયેલ છે. આ અટલ ટિંકરીંગ લેબમાં બાળવૈજ્ઞાનીકોએ બનાવેલ પ્રયોગોનું ભવ્ય પ્રદર્શન “વિજ્ઞાન મેળા” ના સ્વરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ રૂપે રજુ કરવામાં આવ્યુ. આ અવસરે સિહોર શહેરની જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી હતી. તેમજ સિહોર તાલુકાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બાળવૈજ્ઞાનીકોની સર્જનાત્મક અભિવ્યક્તિને આમંત્રીત મહેમાનોઓએ હાજર રહીને પ્રોત્સાહીત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here