રિઝર્વ બેંકની વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી, લોકોને માહિતગાર કરાયા

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે આજે શુક્રવારના રોજ ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રિઝર્વ બેંકની વિવિધ યોજના અંગેના એક દિવસના સેમિનારનું આયોજન કરાયું હતું સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ, પ. બ ગણપુલે મહિલા મંડળ, C.E.R.C અમદાવાદ સંસ્થાના સયુંકતમાં કાર્યક્રમ યોજાયો હતો સિહોરના મહિલા મંડળ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતુંબકાર્યક્રમમાં બી.એ ગોહિલ (આરબીઆઇ મેનેજર રિટાયર્ડ) ભરતભાઈ શાહ (SBI મેનેજર રિટાયર્ડ) ટી એલ જોસેફ (CERC મેનેજર) સહિત મહિલા મંડળના પન્નાબેન મહેતા, ઇલાબેન જાની, તેમજ મહિલા અધિકારીઓ સંસ્થાની મહિલા આગેવાનો તેમજ ગ્રાહક સુરક્ષાના મુખ્ય વહીવટ કર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને રિઝર્વ બેંકની વિવિધ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here