સિહોરના ભૂતિયા ગામે બે બાળકો મચ્છર મારવાની દવા પીઈ જતા હોસ્પિટલ ખસેડાયા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ભૂતિયા ગામે બે નાના બાળકો રમત રમત માં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતા અને તેની ઝેરી અસર થતા તાકીદે બાળકો ને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે સિહોરના ભૂતિયા ગામે સમી સાંજના સમયે બોરીયા પરિવારના બે બાળકોની હાલત અચાનક ખરાબ થતા રંઘોળા ૧૦૮ મારફત સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ બાળકોને ફૂડ પોઇઝન થયું હોવાનું જાણવા મળ્યું હતું જોકે બાળકોના વાલીની પૂછપરછ માં બાળકો મચ્છર મારવાની કોઈ દવા ખાઈ કે પી ગયા નું હાલ જણાવ્યું હતું જ્યારે ડોકટરે તેની તાકીદે સારવાર હાથ ધરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here