ઓગષ્ટમાં બાંયેધરી આપી હતી પરંતુ નિરાકરણ નહી આવતા ફરી લડતનો પ્રારંભ

હરેશ પવાર
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ પર સરકાર દરેક વખતે ઠંડુ પાણી રેડી દે છે પરંતુ મહેસૂલી કર્મચારીઓએ હવે જ્યાં સુધી માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી સરકાર સામે લડત આપવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે બદલી, બઢતી અને અન્ય પાયાના ૧૭ જેટલા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અગાઉ વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા તેમજ તા.૨૯ ઓગષ્ટ ૨૦૧૯થી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે તે સમયે સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરી આપવા આશ્વાસન મળતા હડતાળનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતો હતો પરંતુ આજદિન સુધી ૧૭ મુદ્દાઓ પૈકી એકપણ મુદ્દાનું હકારાત્મક નિરાકરણ આવ્યું નથી. મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા તેની સતત અવગણના કરવામાં આવે છે. જેથી સરકારના શિસ્ત અને ભરતીના નિયમો મુજબ સોમવારથી સિહોરના મહેસૂલી કર્મચારીઓએ તમામ મુદ્દાઓનું નિરાકરણ ના આવે ત્યાં સુધી મહેસૂલી કર્મચારીઓએ ચોક્કસ મુદતની લડતનો પ્રારંભ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here