સિહોરના ટાઉનહોલ ખાતે તોરણીયાધામ ગૌશાળાના લાભાર્થે આવતીકાલે આખ્યાન યોજાશે

દેવરાજ બુધેલીયા
સિહોરના ટાઉનહોલ ખાતે તોરણીયાધામ ગૌશાળાના લાભાર્થે આવતીકાલે આખ્યાન યોજાશે જેમાં સૌને લાભ લેવા અનુરોધ કરાયો છે તોરણીયાધામ નકલંક નેજાધારી રામા મંડળ દ્વારા તોરણીયાધામ ગૌશાળાના લાભાર્થે આખ્યાનનું આયોજન કરાયું છે આવતીકાલે શનિવારે રાત્રીના સમયે સિહોરના ટાઉનહોલ ખાતે જયૂભાઈ ગોહિલ ટોડાવાળા આયોજિત તોરણીયાધામ ગૌશાળાના લાભાર્થે નેજાધારી રામા મંડળ આખ્યાનનું આયોજન કરાયું છે જેમાં કોમેડી કિંગ ભાણો (ગગુડિયો) તેમજ ગાયક કલાકાર મિલન કાકડીયા ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમજ સિહોર શહેર અને તાલુકાની ધાર્મિક જનતાને પધારવા આયોજન જયુભા ગોહિલ (ટોડાવાળા) દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here