સરકારે ચૂંટણી સમયે વાયદાઓ કર્યા લોલીપોપ આપી, ૫૮ જેટલા સવર્ણ સમાજને અણમોલ અનામતની ભેટ આપનાર સામેના કેસ પરત ખેંચવાની માંગ

આવેદન કાર્યક્રમમાં હાર્દિક પટેલના નજીકના નરેશ ડાખરા જોડાયા, પાસની કેટલીક માંગોને લઈ રજુઆત

 

હરેશ પવાર
કેટલાક મુદ્દાઓને લઈને આજે સિહોર સાથે રાજ્યવ્યાપી પાસ દ્વારા આવેદનપત્રો આપીને સરકાર સામે ફરી બાયો ચડાવી છે અનામત આંદોલન સમયે હાર્દિક અને અલ્પેશ પર થયેલા કેસો સહિતની કેટલીક બાબતો સાથે આજે રાજ્યવ્યાપી આવેદનપત્રો પાઠવી રજૂઆતો થઈ છે જેમાં પાસના મુખ્ય આગેવાન અને હાર્દિકની ખાસ નજીક ગણાતા નરેશ ડાખરા ખાસ જોડાયા હતા હવે પાટીદાર સમાજ સ્પ્રિંગ જેવો સિંસેટિવ બની ગયો છે જેમ દબાવો તેમ વધુ ઉછળે..ચૂંટણીમાં રેલા આવે અને હાર્દિક પટેલ ને જેલ ના તેડાં આવે…આ રાજમાં માફીયાઓ,ગુંડાઓ, બૂટલેગરો,અને ભ્રષ્ટાચારીઓ ને ઉની આચ નથી.

આવતી,પણ સત્યની લડત લડનારા ને ક્યારેય પોલીસ સ્ટેશન અને કોર્ટ માથી ફુરસદ નથી મળતી..જો હાર્દિક પટેલ ની માંગ ખોટી હતી, તો અનામત આપી ક્યાંથી…શું હાર્દિક જેવા સમાજ માટે લડતા યુવાનોને જાહેર જીવન કરવાનો,રાજનીતિ કરવાનો અધિકાર નથી..? અનામત ની માંગ સ્વીકાર્યા પછી પણ મૂર્ખ શાસકોએ કેસ પરત ખેંચી સમાધાન સ્વીકાર્યું નહિ..ભૂલ સરકાર ની ભોગવે બીજા…હાર્દિક પટેલ કે અલ્પેશ કથીરીયા જેવા યુવાનો એ માત્ર પાટીદાર નહિ ૫૮ જેટલા સમાજને અમૂલ્ય અનામત ભેટ અપાવ્યું છે. અને જ્યારે સફળતા મળે ત્યારે તેના તરફનો પ્રેમ અને લાગણી વધે એ સ્વાભાવિક છે..ફરી પોલીસ દમન અને જેલ વાસ નો સરકાર નો ઈરાદો સાફ નથી.માટે સમગ્ર ગુજરાત મા આંદોલન કારી ઓ લડત ના મેદાને ઉતારવા આળસ ખંખેરી રહ્યા છે.

હાર્દિક અને અલ્પેશ સહિત પાસ આંદોલન કરીઓ ઉપર કરેલા ખોટા કેસો સહિત તમામ કેસ પાછા ખેંચવાની માંગ સાથે આજે અનામત આંદોલનનું એ.પી.સેન્ટર ગણાતું સિહોર તાલુકામાં આજે આવેદન આપી પાસ દ્વારા આંદોલન કારીઓ સામેના તમામ કેસ પરત ખેંચવા ની માંગ માટે નો પાયો નાખ્યો છે.. ટાણા સરપંચ અને પાસ અગ્રણી કિરીટભાઈ ગોધાણી ના નેતૃત્વમાં નીતિનભાઈ ગલાણી, નરેશભાઈ ડાખરાં, કેશુભાઈ ભગત સૂરકા,નરેશ ભાઈ જસાણી સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી..આવેદન આપી સરકાર ને ચેતવણી ઉચ્ચારી છે.

તમામ કેસ પરત લેવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન નાં કાર્યક્રમો આપવામાં આવશે..તેવી ચેતવણી ઉચ્ચારી છે..ગત સ્થાનિક સ્વરાજ નિંચૂંટની મા ૩૩ માથી ૨૩ જિલ્લા પંચાયતો મા કમળ ને મૂર્જાવી પંજો ખીલાવ્યો હતો..ફરી સ્થાનિક સ્વરાજ્ય ની ચટણી આવી રહી છે. ત્યારે ભૂલ નું પુનરાવર્તન ન થાય તે બાબતો ને ધ્યાને લઇ કેસ પરત ખેંચવામાં સરકાર ની ભલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here