આગેવાનો હવે લોકોના ઘર ઘર સુધી પોહચશે, હવે નવું સૂત્ર “મારુ ઘર કોંગ્રેસનું ઘર”

દેવરાજ બુધેલીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા એ હવે સંગઠન વિસ્તાર તેમજ બુથ લેવલ સુધી કાર્યકરો નોંધવા તેમજ નવા નોંધાયેલા સભ્યો નો ડેટા પ્રદેશ કાર્યાલય ખાતે સંગ્રહ રખાશે આ ડીઝીટલ સભ્યો બનાવવા અત્યંત આધુનિક એપ દવારા મોબાઈલ ફોન થકી બનાવી શકાય છે આ ડીઝીટલ મેમ્બરશીપ બનાવવા ની પ્રક્રિયા ગઈકાલે તા.૧/૩/૨૦૨૦ ને રવિવારના રોજ સમગ્ર ગુજરાત સાથે સિહોર શહેર મા પણ પ્રારંભ થઇ ગયો છે જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા સિહોર નગર પંચાયત ના પૂવઁ પ્રમુખ અને બહ્મ સમાજ ના આગેવાન સુરેશભાઈ પંડ્યાને શહેર ના પ્રથમ સભ્ય બનાવી.

તેમજ તેમના ઘર બહાર મારૂ ઘર કોંગ્રેસ નુ ઘરનુ સ્ટીકર ચોટાડી ને સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ દવારા પ્રારંભ કરાયો હતો જેમા ધીરૂભાઈ ચૌહાણ, જયરાજસિંહ મોરી, સુભાષભાઈ રાઠોડ, કરીમભાઇ સરવૈયા, કમલેશભાઈ રાઠોડ, દશઁક ગોરડીયા, રહીમભાઇ મહેતર,ધમભા કનાડ,ડી.પી.રાઠોડ, ઇશ્વરભાઇ નમસા,પરેશભાઇ બાજક સહિત મોટી સંખ્યામાં સિહોર શહેર કોંગ્રેસ ના આગેવાનો તથા કાર્યકરો એ ઉત્સાહભેર કામગીરી કરી નવા સભ્યો ની નોંધણી કરી હતી ઉલ્લેખનીય છે આ કાયઁક્રમ થકી સંપુર્ણ સિહોર ને આવરી લેવાશે અને મોટી સંખ્યામાં નોંધણી કરાશે માટે આ કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલશે એવુ કોંગ્રેસ આગેવાનો દવારા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here