દિવ્યાંગ દીકરી માટેનું પી.એન.આર સોસાયટીનું સરાહનીય કાર્ય

બ્રિજેશ ગૌસ્વામી
પી.એન.આર સોસાયટી સંચાલિત,શ્રી એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ,તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના પુનઃવર્સન કેન્દ્રનું બાળક કે જેના માતા-પિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે,તેવું તળાજા તાલુકાના સરતાનપર ગામનું બાળક ચૌહાણ ચંદના શારીરિક વિકલાંગતા વાળી આ બાળકી જેના બંને પગ સાવ જન્મજાત સાવ વાંકા હતા.તેને જોઈને તેના માતા-પિતા બહુ જ ચિંતિત હતા કે હવે આપણી દીકરીનું ભવિષ્ય શુ? તે ચાલતા નહીં શીખી શકે? અમારી દીકરી વિકલાંગ જ રહેશે?

ત્યારે તેને વિચાર આવ્યો કે તળાજા મેમોરિયલ હોસ્પિટલ માં આવા વિકલાંગતા વાળા બાળકોને સારવાર અપાય છે તેવો વિચાર કરીને તેવો તપાસ માટે આવ્યા.ત્યારે વિકલાંગ પુનઃવર્સન કેન્દ્રના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર)દ્વારા તેના વાલીને વિકલાંગતા વિશે માહિતી આપીને હૂંફ આપવામાં આવી હતી કે તમારા બાળકને અમે સારું કરીશું ત્યારબાદ તેવો ફિઝિયોથેરાપી ની સારવાર માટે રેગ્યુલર આવતા થયા અને અત્યારે 6માસ ની સારવાર બાદ તેઓનું બાળક હાલમાં સ્વતંત્ર ચાલતું થઈ ગયું છે.

ત્યારે જ કહી શકાય ને માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્રને સાર્થક બનાવ્યું.આ દીકરીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવતી હતી.આ દીકરી સંસ્થાની પેલી એવી દીકરી છે તેને સૌથી ટૂંકા ગાળામાં ચાલતી થઈ છે.આ દીકરીને સારી કરવામાં ખાસ કેન્દ્રના પંકજભાઈ કટકીયા તેમજ તેના વાલીની મહેનત રંગ લાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here