મુકેશ ઉર્ફે પિન્ટુ, કિશન, અને અજય ઉર્ફે લીંબુ સહિતના ત્રણ ઝડપાયા, પિન્ટુને ઝડપી પાડવા પોલીસના ચક્રોગતિમાન

હરેશ પવાર
સિહોરમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે જેમાં ત્રણ ઝડપાયા છે અને એક મુખ્ય બુટલેગર ફરાર થયો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર રહી છે રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી ખાલી માત્ર કહેવા પૂરતી સીમિત રહી ચુકી છે દારૂબંધીની જમીની સ્તરની વાસ્તવિકતા જુદી છે અને એ સૌ જાણે પણ છે સિહોર પોલીસે અલગ બે સ્થળોએથી દારૂ રેડમાં ત્રણ ઝડપાયા છે કાર સહિત ૧.૪૦ લાખ જેવો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે જેમાં બુટલેગર પિન્ટુનું નામ ખુલ્યું છે.

થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ ઘેર ઘેર પીવાઈ છે તેવા નિવેદને રાજ્યની રાજનીતિમાં ધમાસણ મચ્યું હતું દારૂબંધી મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતા બે દિવસ પહેલા લગ્ન પ્રસંગે કચ્છના એક ગામનો દારૂથી ડાન્સનો વિડિઓ વાઇરલ થયો હતો એટલે કે દારૂબંધીની અમલવારી હવે ફક્ત અને ફક્ત કાગળ પર રહી છે તે વાસ્તવિકતા છે ગઈકાલે રાત્રીના સિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ટાણા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી.

કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂ અને વોકડાની બોટલો મળી આવતા પોલીસે દારૂ મોટરકાર સહિતના મુદામાલ સાથે મુકેશ ઉર્ફે પિન્ટુ ગોવિંદભાઈ ચૌહાણ, કિશન અશ્વિનભાઈ ત્રિવેદી રહે બન્ને સિહોરને ઝડપી પાડીને આગવી પૂછપરછ કરતા દારૂનો જથ્થો કુકડ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી.

જ્યારે પોલીસે અન્ય વધુ એક વિદેશી દારૂની મહા ગૌતમેશ્વર નગરમાં રેડ કરીને અજય ઉર્ફે લીંબુના રહેણાંકી મકાન માંથી અલગ બ્રાન્ટની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પોલીસને અજય ઉર્ફે લીંબુના કબ્જા માંથી ૨૬૬૫૦ નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો જ્યારે પોલીસે બે રેડ દરમિયાન મુકેશ ઉર્ફે પિન્ટુ, કિશન, અને અજય ઉર્ફે લીંબુને ઝડપી ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પિન્ટુને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here