કાજાવદર જાંબાળા ટાણા સોનગઢ, સણોસરા ઘાંઘળી સહિતના મોટા ભાગના ગામોમાં વરસાદી ઝાપટુંના અહેવાલો, દિવસ દરમિયાન ધૂપછાવનો માહોલ, માવઠાની આગાહી,

ગૌતમ જાદવ
ખેડૂતોને પડ્યા પર પાટુ, કપાસ ઘઉં જીરું સહિતના પાકને વ્યાપક નુકશાન જવાની ભીતિ

સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હોવાના પગલે સિહોર શહેર અને પંથક સાથે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમુક સ્થળોએ માવઠું પડયાના અહેવાલો મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે આગાહી પગલે સિહોર અને પંથકના મોટાભાગના ગામડાઓમાં વાતાવરણ પલટો આવ્યો છે શહેર સાથે કાજાવદર, જાંબાળા, ટાળા, દેવગાણા, બોરડી, ઘાંઘળી, ટોડી, પીપરલા ઉસરડ સોનસહિત ગામોમાં ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

પલટાયેલા વાતાવરણના પગલે ભેજનું પ્રમાણ સવારથી જ વધી ગયું હતું.  આમ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે ગુરુવારના દિવસે માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં છુટાછવાયા ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા અને ધુપછાવનો માહોલ જોવા મળ્યો હતો આજે સવારે પણ ઝાકળ જોવા મળી હતી.પવનની ગતિમાં વધારો થવાના કારણે બપોર પછી વાતાવરણ ખુશનુમા રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here