સિહોર તાલુકા કાનૂની સમિતી દ્વારા પછાત વિસ્તારોમા સરકારી યોજનાઓના ફોર્મ ભરાયા

હરેશ પવાર
સિહોર તાલુકા કાનૂની સમિતી ના સેક્રેટરી વિજયભાઇ સોલંકી ના માર્ગદર્શન સાથે તેમજ સિહોર મામલતદાર શ્રી ના સહયોગ થી આવકના દાખલા ઓના ફોર્મ પુરા પાડી કોર્ટ ના પેરાલીગલ વોલિટીયર્સના હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા, રાજુભાઈ આચાર્ય, દ્વારા આવા પછાત વિસ્તારમાં આવકના ફોર્મ લઈ સ્થળ ઉપર તમામ ડોક્યુમેન્ટ જોડી અધિકારીઓના સહી સિક્કા સાથે મામલતદાર કચેરીમાં ATVT શાખામાં નાયબ મામલતદાર શ્રી ફાઇનલ ફોર્મ ચેક કરી ઓપરેટર દ્વારા આવકના દાખલ ઓ માં અરજદાર નો ફોટો પાડવા ની સહિતની કામગીરી બાદ આવકના દાખલા માં અરજદારના ફોટા સાથે દાખલા આપવામાં આવે છે..આ કામગીરી જે કાનૂની સમિતિ ના પેરાલીગલ વોલિટીયર્સ ના સહકાર થી સરળતા બની છે..જેથી અરજદારો સિહોર તાલુકા કાનૂની સમિતિ નો આભાર વ્યક્ત કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here