સત્તામાં બેઠેલા જ પક્ષના નગરસેવકના વિસ્તારોમાં કામ નથી થતા વિચારો.. બીજા વિસ્તારની કેવી દશા હશે ?

દરેક વોર્ડને સમાન વિકાસ ગ્રાન્ટ ફાળવાનું નક્કી કર્યું તો વોર્ડ નં 3 ને કેમ ૫૦% જ ગ્રાન્ટ ? નગરસેવક ડાયાભાઈ લાલઘૂમ

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા હંમેશા વિવાદોમાં ઘેરાયેલી જ રહે છે જાણે સત્તાધીશો ને વિવાદ વગર ગમતું જ ન હોય કે પછી વહીવટની અણઆવડત . સિહોર નગરપાલિકા દ્વારા વિકાસના કામો માટે થઈને તમામ વોર્ડમાં સરખી રકમ વહેંચણી કરવાનું નક્કી કરાયું હતું છતાં વોર્ડ નં ૩ માં નક્કી થયેલ રકમની ૫૦% જ ફાળવણી કરાતા વિવાદ વકર્યો હતો. ત્યારે બીજી તરફ આ વોર્ડના નગરસેવક ભાજપના જ છે અને ચાર પાંચ ટર્મથી ચૂંટાતા આવે છે. વોર્ડ નંબર 3 માં અતિ પછાત વિસ્તાર છે એ માટે પ્રમુખ દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી ને 21 લાખ રૂપિયાની જ ગ્રાન્ટ ફાળવામાં આવી છે.

આના લીધે માનસિકતા દલિત અને પછાત વર્ગના વિરોધમાં હોય તેવું અહીંના નગરસેવકો ને લાગી રહ્યું છે. આ અંગે પોતાનો રોષ ઠાલવતા નગરસેવક ડાયાભાઇ રાઠોડ એ જણાવ્યું હતું કે આ અંગે પ્રમુખ દ્વારા યોગ્ય નહિ કરી આપવામાં આવે તો સંગઠનમાં પ્રમુખશ્રી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે અને જરુર જણાય તો ઉચ્ચ સરકારમાં પણ આવા વલણ વિરુદ્ધ ફરિયાદ કરીશું વિકાસના કામને લઈ નગરસેવક અને પૂર્વ ચેરમેન ડાયાભાઈ રાઠોડ લાલઘૂમ થયા છે અને ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે આવતી સાધારણ સભામાં પણ તેઓ આક્રમક સાથે રજૂઆતો કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here