તા.૮ અને રવિવારે આતંર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે, કચ્છના મહિલા કાર્યકર સોનલબેન શેઠિયા ખાસ ઉપસ્થિત રહેશે

મહિલા દિવસ નિમિત્તે મહિલા માટે બે દિવસ અનેક સ્પર્ધાઓનું આયોજન, મહિલા અગ્રણીઓ દીપ્તિબેન, પન્નાબેન, ઇલાબેને વિગતો આપી, મોટી સંખ્યામાં બહેનોને લાભ લેવા અનુરોધ

દેવરાજ બુધેલીયા
મહિલા દિવસ નિમિત્તે સિહોર નગરપાલિકા અને ગળપુલે મહિલા મંડળ સંસ્થાના સયુંકતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે સિહોર નગરપાલિકા તેમજ પ.બ ગળપુલે મહિલા મંડળ સિહોર દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાખવામાં આવી છે જેમાં તા..૮ ના રોજ સિહોરના ટાઉનહોલ ખાતે સાંજના ૪ કલાકે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં કચ્છ જિલ્લાના નખત્રાણાના વતની મહિલા સામાજિક કાર્યકર સોનલબેન શેઠીયા સાથે મહિલા કાર્યકરો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મહિલા દિવસ નિમિત્તે અનેક હરિફાયો રાખવામાં આવી છે તા.૬ ના રોજ સિનિયર બહેનો માટે વિવિધ પરોઠા થતા રાયતા સ્પર્ધાનું આયોજન મહિલા મંડળ ખાતે કરવામાં આવ્યું છે.

તેમજ તે દિવસે ખ્યાતિબેન પરીખ ભાવનગર વાળાનો સેમિનાર પણ યોજાશે જ્યારે તા.૮ ના રોજ ટાઉનહોલ ખાતે ચિરોડીની રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે યોજાનારી સ્પર્ધામાં રસ ધરાવતા બહેનોએ મહિલા મંડળ ખાતે નામ નોંધાવી જવાનું જણાવાયું છે મહિલા દિવસ નિમિત્તે સિહોર નગરપાલિકા તેમજ પ.બ ગણપુલે મહિલા મંડળ સંસ્થાના સયુંકત ઉપક્રમે સતત બે દિવસ યોજાનારા કાર્યક્રમોં માં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લેવા સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી તેમજ મહિલા મંડળના મહિલા અગ્રણી સંચાલક પન્નાબેન મહેતા તેમજ ઇલાબેન જાની દ્વારા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here