સિહોર તાલુકાના મેઘવદર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: હવે સરકાર દ્વારા સેવાસેતુ બંધ કરવા જોઈએ: તંત્ર જાગૃત પણ નાગરિકો નીરસ.

હરીશ પવાર
સિહોર તાલુકાના મેઘવદર ગામે ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ આજરોજ યોજાયો. પરંતુ સરકારી તંત્ર પોતાના સ્ટાફ સાથે સાબદુ હતું પરંતુ માત્ર સામાન્ય વસ્તી ધરાવતા આ ગામ સાથે અન્ય 10 ગામો પણ જોડાયેલા હતા હાલ વાડી ખેતરોમાં ખેતી તેમજ ખેત મજૂરી માટે ગયા હોય માત્ર ને માત્ર જૂજ સંખ્યામાં અરજદારો આવે પણ તેમની પાસે તમામ વસ્તુઓનો લાભાર્થીઓ લાભ લીધો હોય છે. તો સરકારી તંત્ર પોતાની ઓફીસ ના કામ પડતા મૂકી સરકારશ્રી ના કાર્યક્રમ માં ફરજીયાત કરવામાં આવે છે.

તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નેટ પ્રૉબ્લેમ ને લઈ અથવા વીજ પુરવઠો ખોરવાઈ જવાને લીધે તેમજ ગામડાઓમાં ખેતી કામે ગયા હોવાથી કોઈ અરજદારો પણ ફરકતા ના હોય ત્યારે સરકારી અધિકારીઓ કર્મચારીઓ નો સમય વેડફાટ થાય છે અને કચેરીમાં તંત્ર નું કામ પેન્ડિગ રહેછે. ત્યારે આજે માત્ર ગામના આગેવાનો અને ઓટલા બેઠક વાળા ટાઈમ પાસ કરવા સેવસેતુ માં માત્ર ને માત્ર 10 થી12 લાભાર્થીઓ આવ્યા પણ નેટ પ્રોબ્લેમ થી કામ ખોરંભે પડેલ હવે સરકાર દ્વારા થઈ રહેલા સેવસેતુ નામનું નાટક બંધ કરવું જોઈએ.

હવે તો ગ્રામપચાયત તાલુકા પંચાયતના મામલતદાર કચેરીમાં ઝડપથી 1 દિવસે કામ થાય છે તે બાબતે સરકારે વિચારવું રહ્યું અહીં કાર્યક્રમમાં નાયબ કલેકટરશ્રી ગોકલાણી સાથે મામલતદાર અને સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here