સિહોર વિદ્યામંજરી સંસ્થાના ધો. ૬ અને ૯ ના વિધાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું

દેવરાજ બુધેલીયા
સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બૉર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક માધ્યમીક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉજ્જવળ પરીણામ મેળવ્યુ છે પરીક્ષામાં શાળા ખાતે અભ્યાસ કરતા ધોરણ-૬નાં વિદ્યાર્થીઓએ (PSE – 2019) પરીક્ષા આપી શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા.આ પરીક્ષામાં (૧) મંકોડીયા સુહાની નિલેષભાઈ – પ્રથમ, (૨) ડાંગર હેતરાજ હિપાભાઈ – દ્વિતીય તેમજ (૩) વાળા ભાર્ગવ રાજુભાઈ – તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને પોતાના ધોરણનું તેમજ શાળાનું નામ રોશન કરેલ છે. તેમજ ધોરણ -૯ નાં વિદ્યાર્થીઓએ (SSE – 2019) પરીક્ષા આપી શાળા ખાતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા.આ પરીક્ષામાં (૧) જાની શ્રેયાંશ કેતનકુમાર – પ્રથમ,(૨) સોલંકી વિકાસ ભરતભાઈ – દ્વિતીય તેમજ (૩) જાદવ કર્મ અમિતભાઈ – તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને પોતાના ધોરણનું તેમજ શાળાનું નામ રોશન કરેલ છે. તેમની આ ઉજ્જવળ સિદ્ધિ બદલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે તેમને અભિનંદન પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્થાનાં ટ્રસ્ટી, સંચાલકશ્રી તેમજ આચાર્યશ્રીએ આ વિદ્યાર્થીને અભ્યાસની ક્ષિતિજે સફળતાનું સપ્તરંગી મેઘધનુષ કંડારવા બદલ ખૂબ – ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here