બપોરના સમયે વાડી વિસ્તારમાં ઘટના ઘટી, સુરકા ગામે વાડી વિસ્તારમાં રહેલ કડબના જથ્થામાં અચાનક આગ ભભૂકતા હજારોનું નુકશાન, સિહોર ફાયર દોડી ગયુ

હરેશ પવાર
સિહોરના મોટા સુરકા ગામે વાડી વિસ્તારમાં રહેલ કડબના જથ્થામાં આગ ભભૂકતા કડબનો જથ્થો બળીને ખાખ થવા પામ્યો છે સિહોર અને આજુબાજુ વિસ્તારોના રોજબરોજ આગની ઘટના બનવાને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે હજુ થોડા દિવસ પહેલા સિંહોરના સુરકા ગામે વાડી વિસ્તારમાં આગ લાગવાના કારણે જીવતા માલઢોર બળીને ભડથું થયા હતા એ ઘટના હજુ તાજી છે ત્યાં ફરી આજે સુરકા ગામે વાડી વિસ્તારમાં આગની ઘટના બનતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

સિહોરના મોટા સૂરકા ગામે રહેતા મનહરભાઈ રૈયાભાઈની વાડીમાં આજે બપોરના સુમારે ત્રણ વાગ્યાના અરસામાં વાડીમાં રહેલ કડબના જથ્થામાં અચાનક આગ ભભૂકતા હજારો રૂપિયાની કડબ બળીને ખાખ થવા પામી હતી બનાવને લઈ સિહોર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચાવડા શિવુંભા ગોહિલ સહિત સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગને પાણીનો મારો ચલાવે કાબુમાં આવેતે પહેલાં હજારો રૂપિયાની કડબનો જથ્થો બળીને ખાખ થવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here