આજે ટાઉન ખાતે પરોઠા સ્પર્ધા યોજાઈ-મોટી સંખ્યામાં બહેનો એ ભાગ લીધો, બે દિવસ કાર્યક્રમો ચાલશે

દેવરાજ બુધેલીયા
વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી નિમિતે સિહોરની પ બ ગણપુલે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોરમાં મહિલાઓ ના સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ટાઉન હોલ ખાતે પરોઠા સિનિયર બહેનો માટે પરોઠા સ્પર્ધા તેમજ રાયતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના ટેસ્ટફૂલ પરોઠા અને રાયતા બનાવ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભાવનગર થી ખ્યાતિબહેન વિશેષ મહેમાન તરીકે પધારેલ તેમને અહીં મહિલાઓના પગભર થવા તેમજ મહિલાઓની સમાનતા માટે પ્રવચન આપી મહિલાઓ ના ઉત્સાહમાં વધારો કરી પ્રેરણા પુરી પાડી હતી કાર્યક્રમ સતત બે દિવસ ચાલશે મહિલા દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here