સિહોર નગર પાલિકા પ્રમુખે બાયો ચડાવનાર પૂર્વ ચેરમેન નગરસેવક ડાયાભાઈને બાકી રહેલા કામોની બાંહેધારી આપી

પૂર્વ ચેરમેન નગરસેવક ડાયાભાઈના અસંતોષ જ્વાળાને અખબારોમાં જગ્યા મળી..ઉજાગર થઈ..પછી પ્રમુખ એક્શનમાં આવ્યા, ડાયાભાઈને રૂબરૂ બોલાવી બેઠક લીધી

હરીશ પવાર
સિહોર નગરપાલિકામાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપનું શાશન છે પરંતુ આજે પણ કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે તે વાસ્તવિકતા છે ગતિશીલ મોડલમાં વિકાસની ગમે તેટલી બુમરાણ જાગે પરંતુ પછાત વિસ્તારો આજે પણ સુવિધાઓથી વંચિત છે તે સત્ય છે જેનું ઉત્તમ ઉદાહરણ વર્ષો જુના જોગી અને સ્થાનિક રાજકારણના લોક પ્રતિનિધિ ડાયાભાઈ એવું કહે કે મારા વિસ્તારોમાં વિકાસના કામો થતા નથી.. ગ્રાન્ટો આવે તે વપરાતી નથી.. આવતી ગ્રાન્ટો બીજે અન્ય જગ્યાઓ પર વપરાઈ જાય છે…ડાયાભાઈ મીડિયા સામે બળાપો કાઢે..રોષ ઠાલવે.. કામો નથી થતાની બુમરાણ કરે..અખબારોમાં મોટી જગ્યાઓ મળે.. અને પછી મત માટેની ખુરશીઓ ડગમગવા લાગે ત્યારે બેઠકો અને મિટિંગોનો દોર શરૂ થાય તે તેવી જ સ્થિતિ અહીં સર્જાઈ છે.

સિહોર નગરપાલિકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. વારંવાર કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાતી હોવાની ચારે બાજુ બુમરાણ જાગી છે બે દિવસ પહેલા પૂર્વ ચેરમેન અને નગરસેવક ડાયાભાઈ રાઠોડે પોતાના વિસ્તારમાં કામો થતા નથી.. આવતી ગ્રાન્ટો અન્ય જગ્યાઓ પર વપરાઈ જાય છે જેને લઈ તેઓએ મીડીયા સામે બળાપો કાઢીને રજુઆત કરી હતી.

આગની જ્વાળામાંથી નીકળેલા તળખલાને અખબારોમાં જગ્યા અપાઈ હતી જેના પગલે સિહોર નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીએ અસંતુષ્ટ નગરસેવક પૂર્વ ચેરમેન ડાયાભાઈ રાઠોડને રૂબરૂ બોલાવી ચર્ચા વિચારણાઓ કરીને બાકી રહેલા કામો અંગે બાંહેધારી આપીને હવે પછીની સાધારણ સભામાં કામો લઈ લેવાની ખાતરી આપી હતી આગ જ્વાળા માંથી નીકળેલું તણખલું વધુ પ્રસરે તે પહેલાં ટાઢું પાણી રેડી દેવાયુ છે બેઠકમાં દીપ્તિબેન ત્રિવેદી, દીપશંગભાઈ રાઠોડ સાથે વિપક્ષ સભ્ય મુકેશ જાની સહિત અન્ય ચેરમેન સભ્ય પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here