કુવાઓ ગાળી નદીનું પાણી ચોરી કરાતા ખેડૂતોને નુકશાન થાય છે, પીજીવીસીએલ અધિકારીઓની પણ બેદરકારી છે, જયરાજસિંહના ગંભીર પ્રકારના આક્ષેપ, ગેરરીતિની તટસ્થ તપાસની માંગ..સમગ્ર મામલો મુખ્યમંત્રી કચેરી સુધી

હરેશ પવાર
સિહોર શહેરમાં ગોતમીનદી કે જે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે જીવાદોરી સમાન છે.તેના હદમાં છેલ્લા કેટલાક સમયથી ભુમાફીયા તત્વો દ્રારા અનેક સ્થળે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અનેક સ્થળે માથાભારે લોકો દાદાગીરીથી કુવાઓ ગાળી નદીનું કિમતી અને પવિત્ર પાણી પણ ચોરી રહ્યા છે,જેનાથી આસપાસના ખેડૂતો ને નુકસાન સહન કરવો પડે છે જે સમગ્ર મામલો મુખ્યમંત્રી કચેરી સુધી પોહચ્યો છે નદીનાં વિસ્તારમાં દબાણ થવાથી ભવિષ્ય માં અતિવૃષ્ટિ ની પરિસ્થિતિમાં પુરની સ્થિતિ ઉદૃભવ થવાની પણ પુરી શકયતા છે.

આવી કેટલીક જગ્યાઓમાં સ્થાનિક પી.જી.વી.સી.એલ અધિકારીઓની સાંઠગાંઠ થી લાઈટ કનેક્શન પણ ગેરકાયદેસર રીતે આપી દેવાય છે તેવા ગંભીર પ્રકારમાં આક્ષેપો પણ સીએમ કાર્યાલય સુધી થયા છે અને કાર્યવાહીની માંગ યુવા અગ્રણી જયરાજસિંહ કરી છે કેટલીક જમીનો પાછલા બારણે રેગ્યુલરાઝ કરવાની પેરવી પદ થઈ રહી છે.સ્થાનિક જીલ્લા તંત્રને અનેક વખત રજુઆતો કરવા છતા આજદિન સુધી કોઈજ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી.

આ સમગ્ર ગેરરીતિઓની યોગ્ય અને તટસ્થ તપાસ થાય તેમજ દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી સિહોર તાલુકાની પવિત્ર જીવાદોરી ગોતમી નદીને બચાવી શકાય તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી યુવા જયરાજસિંહ મોરીએ જણાવ્યું છે ત્યારે સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશો થાય તે પહેલા સ્થાનિક લેવલથી કાર્યવાહી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here