ગાદલાના ગોડાઉનમાં બપોરના સમયે લાગેલી આગે થોડીવાર માટે નાસભાગ મચાવી દીધી, ફાયરના મુકેશ ગૌસ્વામી અને ધર્મેન્દ્ર ચાવડાની મહેનતે આગ પર કાબુ મેળવ્યો, લાખ્ખોની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીક જીઆઈડીસી નંબર ૩માં આવેલ ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે આ બનાવના પગલે સિહોર ફાયર ફાઇટર બે બાઉઝર અને સ્ટાફ સ્થળ પર દોડી જઈને આગને કાબુમાં લીધી હતી આ આગ ક્યાં કારણોસર લાગી એ હાલમાં જાણવા મળેલ નથી, આગ લાગતા સ્થાનિક લોકોમાં અફરા તફરીના માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી.

જે ગોડાઉનમાં આગ લાગી હતી ત્યાં નજીકમાં એક શાળા આવેલી હતી જેના કારણે વહેલી તકે આગને કાબુમાં લેવા ફાયર વિભાગ સ્ટાફે મારે મથામણ કરવી પડી હતી આજે બપોરના સુમારે સિહોરના રાજકોટ રોડ ગરીબશાહ પીર પાછળ આવેલ જીઆઇડીસી ૩માં આવેલ ગાદલાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી બનાવને લઈ સિહોર ફાયરના બન્ને ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈને સ્ટાફના મુકેશ ગૌસ્વામી અને ધર્મેન્દ્ર ચાવડાની મહેનત આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવને લઈ મદદ માટે સ્થાનીક લોકો પણ દોડી ગયા હતા આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ આગના કારણે ગોડાઉન અને લાખ્ખોની માલમતા બળીને ખાખ થઈ જવા પામી છે આગની વિકરાળતાના કારણે સિહોર ફાયર વિભાગના બન્ને બાઉઝર ઘટના સ્થળે દોડી ગયા હતા બનાવને લઈ થોડા સમય માટે જીઆઇડીસી વિસ્તારમાં નાસભાગ અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આગ ક્યાં કારણોસર લાગી તે હાલ સુધી જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here