શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સિહોર તથા તાલુકાના ગામના બાળકોને ચશ્મા વિતરણ, ૧૨૫૦ બાળકોને ચશ્મા અપાયા

હરેશ પવાર
ગુજરાત સરકાર નૂતન અભિગમવાળો શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આંગણવાડી તથા શાળાએ બાળકોની તપાસ કરીને આરોગ્ય કર્મચારી દ્રારા તપાસ પછી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના ડોકટર સાહેબો દ્રારા તપાસ તેમજ સંદભેઁ સેવાના તજજ્ઞો દ્રારા તપાસ કરીને આગળ સારવાર માટે બાળકોને મોકલાયા.આમાં આંખની તકલીફ વાળા બાળકોની સિહોર આંખના ડોક્ટર દ્રારા તપાસણી કરીને ૩૩૮ બાળકો ને ચશ્માં વિતરણ કરાયું અને સમગ્ર જીલ્લામાં ૧૨૫૦ બાળકોને ચશ્માં વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવનગર જીલ્લા ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ શાળા આરોગ્ય ના આર.સી.એચ.ઓ ડો.પી.વી.રેવર,શાળા આરોગ્ય કાર્યક્રમ ના નિપુલભાઈ ગોડલિયા,જીતેન્દ્રભાઈ ગજજર તથા સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્રારા જહેમત ઉઠાવાય હતી.તેમજ ટાણા,મઢડા,સોનગઢ, સણોસરા, ઉસરડ ના તમામ સ્ટાફ અર્બન યુનીટ દ્રારા જહેમત ઉઠાવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here