સિહોર નગર પાલિકા- “વેરા વસુલાત ” ટીમ દ્વારા ખાસ ઝુંબેશ, અડધા લાખથી વધુ આવક

હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા બાકી વેરાની કડક વસુલાત શરૂ કરી છે સ્થળ કેમ્પઓનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે ગોકુલ શોપિંગ સેન્ટર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પાલિકાની તિજોરીમાં અડધા લાખથી વધુની રકમ જમા થઈ છે સિહોર નગરપાલિકા બાકી વેરા વસુલાત માટે ચીફ ઑફિસર બી.આર.બરાળ દ્વારા નગર પાલિકા ના બાકી વેરા વસુલાત માટે સઘન ઝૂંબેશ હાથ ધરાતા આજ રોજ ચીફ ઍન્જીનીયર નિતીન પંડ્યા , ટેક્સ સુપરવાઈઝર રાજુ ટીંબલીયા, આનંદ રાણા, કનેક્શન સુપરવાઈઝર ભરત મોરી, પ્રકાશ પંડ્યા, ધર્મેન્દ્ર ભટ્ટ સહિતના ઓ સાથે શહેરના ” ગોકુલ શૉપિંગ સેન્ટર ” ખાતે શૉપિંગ સેન્ટર ના માલિક ઘનશ્યામભાઇ જોટાણા ના સાથ સહકાર થી કેમ્પ નું આયોજન કરતાં બાકી વેરા ની રકમ રુ. ૫૩૫૦૦ /૦૦ સ્થળ પર ભરપાઈ કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here