અહીં ચારેબાજુ ભષ્ટાચાર ચાલે છે, રજીસ્ટરમાં મારી સહીં ખોટી ચાલે છે, અહીં હપ્તાની સિસ્ટમ છે, ચેરમનના સણ-સણતા આક્ષેપો
જીવરાજભાઈ લગાવેલ આક્ષેપો સાધારણ નથી, ચેરમન એવું કહે મારુ કોઈ સાંભળતું નથી વિચારો અહીં શુ ચાલતું હશે
જીવરાજભાઈ મકવાણા અપક્ષ માંથી ચૂંટાયેલા છે અગાઉ ભાજપને સમર્થન કરીને ચેરમેન બન્યા હતા હાલ કોંગ્રેસને સમર્થન કર્યું છે..મીડિયા સામે પોતાની હૈયાવરાળ ઠાલવી
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકા પંચાયતના ચેરમેને આજે પોતાની હૈયાવરાળ ઠાલવીને સણ-સણતા ગંભીર પ્રકારના આક્ષેપો તાલુકા પંચાયતની કામગીરી સામે કર્યા છે ત્યારે ચેરમેન કક્ષાના વ્યક્તિ એવું કહે અહીં મારુ પણ કોઈ સાંભળતું નથી ત્યારે બાબત એક વખત વિચારતા કરી મુકનારી છે સિહોર તાલુકાના વરલ વિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલ જીવરાજભાઈ મકવાણા અગાઉ ભાજપને સમર્થન કર્યું હતું અને ચેરમન બન્યા હતા હાલ કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ચેરમેન સાથે હોદ્દા પર યથાવત છે એમનું કહેવું છે કે હું ચેરમેન છું છતાં મને કોઈ પૂછતું નથી.
કર્મચારીઓને કઈ પૂછાતું નથી અહીં ગરીબોના કામો થતા નથી અહીં દરેક કામોમાં દસ ટકા ચાલે છે મારી ઓફિસોમાં સારી ખુરસીઓ નથી બેલ નથી કારોબારી બોલાવી હોઈ તેમાં મારી સહીઓ ખોટી કરવામાં આવે છે કર્મચારીઓ પોતાની પેઢી હોઈ તેમ વર્તે છે અહીં હપ્તાની સિસ્ટમો ચાલે છે હું રજૂઆતો કરું છું કઈ થતું નથી મારી ડુબ્લિકેટ સહીઓ ચાલે છે કોઈ પક્ષ મને સાથ આપતું નથી હપ્તા દેવાઈ તેના કામો થાય છે
અમે નાના માણસ છીએ અમારા કામો થતા નથી આવું તાલુકા પંચાયત વરલ વિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા અને હાલ ચેરમેન તરીકે રહેલા જીવરાજભાઈનું કહેવું છે ત્યારે આ બાબતે સવાલો અનેક ઉઠે છે ચૂંટાયેલા અને ચેરમેન જેવા વ્યક્તિ મીડિયા સામે આવીને એવું કહે અહીં કામો થતા નથી કોઈ સાંભળતું નથી ત્યારે આ બાબતે સવાલો અનેક ઉઠે છે