વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે દેશની તમામ સેન્યને માન આપવા ધ્વજ દિવસ(ફ્લેગ ડે)ની ઉજવણી થઈ
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે આજે શનિવારનાં રોજ ધોરણ – ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશની તમામ સેન્યને માન આપવા માટે ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને આકાશ, જમીન અને પાણીમાં રહેલી શક્તિઓ આપણી અને દેશની સરહદોનું રક્ષણ કઈ રીતે કરે છે તેના વિશે માહીતી આપવામાં આવી. આ ધ્વજ દિવસ એ તમામ દળો પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવવાનો દિવસ છે. વળી આ દિવસે જાબાઝ શહિદોને યાદ કરવામાં આવ્યા. આ જાબાઝ શહિદોએ તીરંગાની આન,બાન અને શાન માટે પોતાનો જીવ બલીદાન કર્યો તેથી આજે દેશનાં દરેક નાગરીકે દેશ અને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવુંએ જરૂરી છે. તે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.