સિહોર તાલુકા હેલ્થ કચેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્રારા સગર્ભા માતાની તપાસણીનો મેગા કેમ્પ યોજાયો

હરેશ પવાર
સિહોર ખાતે આજે સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો.રૂબિનાબેન પઢિયાર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સિહોર તાલુકાની સગર્ભા માતાની સ્ત્રીરોગ નિષ્ણાંત દ્રારા તપાસણી હાથ ધરાઈ જેમાં ડો.દિલીપભાઈ ઈટાળીયા (શિવમ) ડો.આર.જી.યાદવ (ગાયનેક), ડો.નિલમબેન દ્રારા ૪૨૨ બહેનોની તપાસણી કરાઈ.જેમાં જોખમો શોધીને સ્થળ પર સારવાર તેમજ રીફર કરાયેલ આ કાર્યક્રમો ને સફળ બનાવવા તાલુકા હેલ્થ વીઝીટર હસુમતી બેન ગોહિલ તથા આશા ફેસી-આશાબહેનો તથા ૧૦૮ યુનીટની સુંદર સેવા દ્રારા ગામો ગામથી આયોજન બધ્ધ સગર્ભા માતાને લાવવા અને મુકવા જવા વ્યવસ્થા કરવામાં આવી હતી.પ્રા.આ.કેન્દ્ર ઉસરડ,સોનગઢ, સણોસરા,મઢડા ની ફિમેલ હેલ્થ વર્કર બહેનો તથા સામુહિક આરોગ્યના તમામ સ્ટાફ દ્રારા ખુબજ જહેમત ઉઠાવેલ હતી. રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાયઁક્રમમાં સ્ત્રી ડોકટરો વિશેષ જહેમત ઉઠાવાઈ હતી.તેમજ ફિમેલ વર્કર નો સહયોગ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here