ઉનાળા પહેલા મીઠીમધૂર સાંકર ટેટીનું સિહોરમાં આગમન

દેવરાજ બુધેલીયા
ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાયરસે આખી દુનિયામાં કેર મચાવ્યો છે. જેના કારણે કોઈ ખાદ્ય પદાર્થ કે વસ્તુઓનું ચાઈના સાથે નામ જોડાઈ એટલે લોકોના માનસપટ પર જીવલેણ કોરોના વાયરસનો ડર ઉદ્ભવે તે સ્વાભાવિક છે. ત્યારે સિહોરની બજારમાં અત્યારે ચાઈના ટેટી (સાંકર ટેટી)એ લોકોને માથા ખંજવળતા કરી દીધા છે. સાંકળ ટેટીને માત્ર નામ જ ચાઈના આપવામાં આવ્યું છે.

મુળ તેની આવક મહારાષ્ટ્રથી થતી હોવાની ફ્રુટના વેપારીઓને ચોખવટ પાડવી પડી હતી પ્રથમ દ્રષ્ટીએ મોટું લીંબુ હોય તેવો સાંકર ટેટીનો પીળો રંગ, પીળા સાથે બજારમાં જોવા મળતી આંધ્ર પ્રદેશની સફેદ ટેટી, સ્થાનિક ટેટી માટે હજુ એક મહિના જોવી પડશે રાહશહેરમાં ઉનાળાના આગમન પહેલા જ શાકમાર્કેટ સહિત ઠેક-ઠેકાણે લારીઓમાં અત્યારે પ્રથમ દ્રષ્ટીએ જોતા મોટા પીળા લીંબુ જેવી દેખાતી સાંકર ટેટી જોવા મળી રહી છે. જેને વેપારીઓએ ચાઈના ટેટીનું નામ આપતા ખરીદનાર પણ એક વખત વિચાર કરે છે કે ચાઈનાથી સાંકળ ટેટી આવી છે કે શું ? જો કે, આ ચાઈના ટેટી મહારાષ્ટ્ર તરફથી સિહોરમાં આવે છે. પીળી સાંકળ ટેટી ઉપરાંત સફેદ ટેટી પણ સિહોરની બજારોમાં જોવા મળી રહી છે. આ સફેદ ટેટીની આવક આંધ્ર પ્રદેશમાંથી થઈ રહી હોવાનું ફ્રુટના વેપારીઓ જણાવી રહ્યા છે.

આંધ્ર અને મહારાષ્ટ્રની સાંકર ટેટીની તુલનામાં ડિસા અને જિલ્લા પાલિતાણા ડેમ સાઈડની સાંકર ટેટી ખાવામાં મીઠીમધૂર હોય છે. જો કે, સ્થાનિક સાંકર ટેટીના સ્વાદ માટે નાગરિકોએ હજુ એક માસ જેટલી રાહ જોવી પડશે. ઉનાળાના પ્રારંભ બાદ આ સાંકર ટેટીનું બજારમાં આગમન થાય છે. ઉનાળા મધ્યે સાંકર ટેટીનો ભાવમાં પણ કિલોએ ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થતો હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here