સિહોર નગરપાલિકા અને પ.બ.ગણપુલે મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યજ્ઞ કરાયો

દેવરાજ બુધેલીયા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે સિહોરમાં પ.બ.ગણપુલે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.સિહોર નગરપાલિકા અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના વાયરસના ઇફેક્ટને લઈને સિહોર શહેરમાં એની અસર થાય નહિ તેવા હેતુથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે બોર્ડના વિધાર્થીઓની શરૂ થયેલી પરીક્ષામાં તમામ વિધાર્થીઓ સારા માર્કેસ સાથે પાસ થઈ જાય અને સુવર્ણ કારકિર્દી ઘડે તેવી પ્રાર્થના યજ્ઞમાં કરવામાં આવી હતી. આ યજ્ઞમાં સિહોર નગરપાલિકા પ્રમુખ દીપતિબહેન ત્રિવેદી તથા મહિલા મંડળના પન્નાબહેન મહેતા, ઇલાબહેન જાની તથા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here