રહેણાંકી મકાનમાં પોલીસ ત્રાડકી, ૮૪ નંગ બોટલ મળી, ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે, મગલાણાના સંજયસિંહ ગોહિલ ફરાર

હરેશ પવાર
સિહોરના મગલાણા ગામેથી રહેણાંકી મકાનમાંથી પોલીસને વિદેશી દારૂ હાથ લાગ્યો છે ૮૪ બોટલો ઝડપી ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ તથા સ્ટાફનાં માણસો સિહોર ટાઉન વિસ્તાંરમાં હોળી-ધુળેટીના તહેવારના બંદોબસ્તમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાલન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, મગલાણા ગામમાં રહેતો સંજયસિંહ અશોકસિંહ ગોહીલ એ પોતાના રહેનાંક મકાને ભારતીય બનાવટનો વિદેશી દારુ ઉતારેલ છે.

જે હકિકત આઘારે સદર મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા લખેલ બોટલો નંગ-૮૪ મળી આવેલ જેની કિ.રૂ.૨૯૦૫૦/- નો મુદામાલ મળી આવેલ તેમજ મજકુર ઇસમ રેઈડ દરમ્યાન રહેણાંક મકાને હાજર મળી આવેલ ન હોય જેથી તેના સામે ધોરણસર થવા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here