સિહોર–ઘાંઘળી ફાટક પાસે ઉભો હતો ત્યારે સિહોર પોલીસે ઝડપી લીધો, બન્ને એક્ટિવા પૈકી એક ઓમ પાર્ક અને એક કુંજગલી માંથી ચોરી કર્યાની કબૂલાત

હરેશ પવાર
સિહોર ઘાંઘળી ફાટક પાસેથી ચોરીના બે એકટીવા સાથે રૂા.૫૦,૦૦૦ના મુદામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ તથા સ્ટાફનાં માણસો સિહોર ટાઉન વિસ્તાંરમાં હોળી–ધુળેટીના તહેવારના બંદોબસ્તમાં તથા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સિહોર ઘાંઘળી ફાટક તરફ જતા રસ્તે બગીચા પાસે એક ઇસમ ગુલાબી કલરનુ ટી–શર્ટ પહેરી ચોરીનુ એકટીવા મો.સા. લઇને ઉભો છે  તેવી બાતમી મળી હતી. આ જગ્યા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા કુલદીપ ઉર્ફે લાલો અલ્પેશભાઇ મકવાણા (ઉવ.૨૦ રહે.રાજીવનગર મફતનગર સિહોર જી.ભાવનગર) હોવાનું ખુલ્યું હતું.

તેની પાસેના સફેદ કલરના એકટીવા બાબતે પુછપરછ કરતા આ એકટીવા બે દીવસ પહેલા સિહોર ઓમ પાર્કમાંથી ચોરેલ હોવાનુ જણાવેલ પો.સ્ટે. લાવી વધુ પુછપરછ કરતા મજકુરે આજથી એક મહીના પહેલા વધુ એક એકટીવા મો.સા. સિહોર કુંજગલી માથી ચોરેલ હોવાનુ જણાવેલ અને બાઇક પોતાના ઘર પાછળ સંતાડી મુકેલુ હોવાનુ જણાવેલ જે બાઇક મેળવી લઇ જોતા તેના આર.ટી.ઓ. રજી.નં.જી.જે.૦૪.બીએસ.૫૮૯૨નું હોય જે બંન્ને એકટીવા અંગે ખરાઇ બંન્ને એકટીવા ચોરીના અલગ અલગ ગુન્હાઓ સિહોર પો.સ્ટે.માં દાખલ થયેલ હોય તેમજ બંન્ને એકટીવાની કિ.રૂા.૫૦૦૦૦ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હાના કામે આરોપીની ઘોરણસર અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here