કોરો-ના અને રોગચાળા અટકાવવા માટે ઘરે ઘરે સુફયાળી સલાહો આપતા પહેલા સિહોર પાલિકા ગટર વિભાગને કહો શહેરમાં ઉભરાતી ગટરોના પાણી બંધ કરે

હરેશ પવાર
સિંહોર નગરપાલિકા ગટર વિભાગનું તંત્ર એટલી હદે ખાડે ગયું છે કે શહેરભરમાં અનેક જગ્યાઓ પણ ગટરના ઉભરાવવાની સમસ્યાએ લોકોને તંગ કરીને રાખી દીધા છે ગંદા પાણીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે કોરો-ના અને રોગચાળાની સુફયાળી સલાહો ઘરે ઘરે આપતું તંત્ર પહેલા સિહોર નગર પાલિકા ગટર વિભાગના અધિકારી કર્મચારીઓને માર્ગદર્શન અને સલાહો આપવાની જરૂર છે કારણકે શહેરના હાર્દસમા વડલાચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરના પાણીએ વેપારી અને પસાર થતી પ્રજાને તંગ કરીને દીધા છે વડલચોકમાં છેલ્લા બે દીવસથી સતત ઉભરાતી ગટરના પાણી છેક ખોડીયાર માતા મંદિર સુધી પોહચ્યા હતા અને હાઇવે પર ટાણા ચોકડી સુધી આ ગટરના પાણીએ લોકોને જીવવું હરામ કરી દીધું હતું.

જોકે શંખનાદે એક જાગૃત મીડિયા તરીકેની ભૂમિકામાં વધુ એક વખત અગ્રેસર રહ્યું હતું વડલાચોક વિસ્તારના વેપારી આગેવાનો દ્વારા સમગ્ર સમસ્યા અંગે શંખનાદને જાણ કરી હતી અમારા સહયોગી હરેશ પવાર અને બ્રિજેશ ગૌસ્વામી સ્થળે પોહચી લોકોની સમસ્યાઓ જાણીને જેના ફોટોગ્રાફ લઈને અમારી કાર્યાલય સુધી મોકલાવ્યા બાદ ગઇકાલે ધુળેટી પર્વે શંખનાદ કાર્યાલયે રજા પાળી હતી પરંતુ સંસ્થાના ડાયરેકટર સંચાલક મિલન કુવાડિયાને વડલાચોકની ગટરના પાણીની ઘટના અને લોકોની સમસ્યા ગંભીર જણાતા તાત્કાલિક કાર્યાલય ખાતે માત્ર વોટ્સએપના માધ્યમથી અહેવાલો રજુ કરવા લોકોની સમસ્યાને વાંચા આપવા તાકીદ કરી હતી.

જેના ફોટોગ્રાફ સાથે અહેવાલો રજુ થયા બાદ તાત્કાલિક સિહોર ડે કલકેટર રાજેશ ચૌહાણ મામલતદાર નિનામાં અને નગરપાલિકા ચિફઓફિસર બરાડની સૂચનાથી તંત્ર દ્વારા થોડી મિનિટોમાં જેસીબી ટ્રેકટર સાધન સામગ્રી અને સ્ટાફ સાથે સ્થળે દોડી જઈને તાત્કાલિક કામ શરૂ કરીને ઉભરાતી ગટર બંધ કરી હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે લોકોનું એવું પણ કહેવું છે કે કોરો-ના અને રોગચાળા અટકાવવા માટે ઘરે ઘરે સુફયાળી સલાહો આપતા પહેલા સિહોર પાલિકા ગટર વિભાગને કહો શહેરના આંગણે ઉભરાતી ગટરોના પાણી બંધ કરે તેમજ આ અંગે આ અંગે ગટર વિભાગ તંત્ર સામે પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિક લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here