છેડતી બાબતે બે જૂથ સામસામે આવી જતા ચારથી વધુને ઇજા, ઈજાગ્રસ્તોને સારવાર માટે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, સામસામે નોંધાઇ પોલીસમાં ફરિયાદ

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાનાં દેવગાણા ગામે છેડતીનાં મામલે બે જુથ વચ્ચે સર્જાયેલી મારામારીમાં ચાર વધુ લકોને ઇજાઓ પહોંચી હતી આ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી સિહોરના દેવગાણા ગામે ગઈકાલે રાત્રીના ધુળેટી પર્વ પર સર્જાયેલી મારામારી અંગે પ્રથમ પક્ષે ભાર્ગવીબેન મનુભાઇ બારૈયાએ આજ ગામનાં હરપાલ ભુપતભાઇ ચૌહાણ, ભુપત બચુભાઇ, વિક્રમ નારણભાઇ અને દડુ હરિભાઇ વિરૂધ્ધ ગત તા.૨૪–૨થી ૧૦–૩નાં સમયગાળા દરમ્યાન તે સ્કુલે જતી વેળાએ હરપાલ બદ ઇરાદે પીછો કરી છેડતી કરતો હોય જેની જાણ તેના ભાઇ મેહુલને કરતાં મેહુલ હરપાલને ઠપકો આપવા જતાં.

ઉપરોકત તમામ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ મેહુલ અને તેના મિત્ર પર હુમલો કરી દડુ હરિભાઇએ છરી વડે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે ઘનશ્યામભાઇ બચુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)એ ભાવદિપ મનસુખભાઇ બારૈયા, પીયુશ જાળેલા અને મેહુલ પ્રેમજી જાળેલા (રે.ચુડી, તા.તળાજા) તેમજ એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે, પોતાનાં ભત્રીજા હરપાલને ઇલેકટ્રીકની દુકાનની સામે આવેલી પારસ ભાઇની મોબાઇલની દુકાનમાં આરોપીની બેનને પારસભાઇ સાથે મિત્રતા હોય જે અંગે ઠપકો આપતા તમામે ઉશ્કેરાઇ જઇ હત્પમલો કરી પોતાનાં બા–બાપુજી, સાહેદ મુકેશભાઇ, ભુપતભાઇ તેમજ પોતાને ઇજાઓ પહોંચાડી ધમકી આપી હતી. સિહોર પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી બન્ને પક્ષે નોંધાવાયેલી ફરિયાદનાં પગલે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here