શહેરના રસ્તા રંગ અને પાણીથી રસ તરબોળ, ધૂળેટીના તહેવાર નિમિતે યુવાનોએ એકબીજાને રંગબેરંગી કલરથી રંગ્યા, રાગ, દ્વેષ અને બુરાઈ ભુલીને ઉદાસીનો રંગ હટાવીને નવો રંગો પુર્યા

દેવરાજ બુધેલીયા
ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના કલરફૂલ તહેવાર હોળીની ઉજવણીમાં સિહોરવાસીઓ પાછળ રહ્યાં નથી. યુવાનોએ હોળીના રંગોને એકબીજાના ચહેરા પર લગાવીને ચહેરાઓને ચમકાવી દીધા હતાં. તથા જૂના રાગ, દ્વેષ અને બુરાઈ ભુલીને એક મેકના ચહેરા પર ઉદાસીનો રંગ હટાવીને નવો રંગો પુર્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના ભય વચ્ચે મોટાભાગે લોકોએ સોસાયટીમાં રંગ અને ફુલોથી ધૂળેટીની ઉજવણી કરી હતી. ઘર, મોહલ્લા અને શેરીઓ સહિત સોસાયટી અને રસ્તા પર પરિચિતોએ એકબીજાના ચહેરા પર હોળીના રંગો લગાવીને સમગ્ર વર્ષ દરમિયાન એક જ રંગમાં દેખાતા ચહેરાઓને અનેક રંગોથી રંગી નાખ્યાં હતાં.

બીજી તરફ યુવાનોએ એકસાથે મળીને પણ હોળીની ઉજવણી કરી હતી. અને ચહેરાઓ પર નેચરલ કલર નાખ્યાં હતાં. સાથે સાથે હોળીની ઉજવણી માટે શહેરમાં અનેક વિધ આયોજન પણ કરવામાં આવ્યાં હતાં બાળકો સવારથી જ છત અને શેરી મોહલ્લામાં કલરફૂલ પાણીની પીચકારીથી પહોંચી ગયા હતાં. નાની એવી આર્મીના સ્વરૂપમાં ફરતાં બાળકોએ એકમેકને રંગવાની સાથે સાથે કલરભરેલા પાણીની કોથળીઓથી છત પર પહોંચીને નીચે પસાર થતાં લોકો પર પાણી બોમ્બ છોડતાં હતાં. જેથી નીચેથી પસાર થનારો વ્યક્તિ રંગીન બોમ્બથી કલરફૂલ બની જતો હતો.

હોળીના તહેવારમાં ન માત્ર યુવાનો જ પરંતુ અબાલ વૃધ્ધ સૌ કોઈ એક સરખા રંગથી રંગાઈ જતાં હતાં. હોળીની જ્વાળાઓએ જે દિશા બતાવી છે. તેને લઈને જાણકારોનું કહેવું છે કે આગામી વર્ષે વરસાદ સારા રહેશે. સારા વરસાદ ખેતી માટે લાભદાયી નિવડશે. જેથી ખેતીપ્રધાન દેશમાં હોળીની જ્વાળાઓએ સારી નિશાની આપતાં ખેડૂતોમાં પણ સારા પાકને લઈને ઉત્સાહમાં બમણો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here