સવારે તાલુકા વિસ્તારની રેસ્ટ હાઉસે અને શહેરની ગેલોર્ડ હોટલ ખાતે બેઠક મળી..વિવિધ મુદ્દાઓ સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકાની વિસ્તારની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી તાલુકા વિસ્તારની બેઠક શહેરના રેસ્ટ હાઉસ ખાતે મળી હતી જ્યારે શહેરની કારોબારી બેઠક બપોરના સમયે ગેલોર્ડ હોટલ ખાતે મળી હતી આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરી માટે બેઠક મળી હતી વિવિધ મુદ્દાઓ સાથે પરિણામલક્ષી કામગીરી માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી શહેર અને તાલુકા વિસ્તારમાંથી વિશાલ સંખ્યામાં હાજર રહી પાર્ટી ના સંગઠન નું ગંભીરતાથી ચિંતા કરી હતી શહેર પ્રમુખ જયદીપસિંહ ગેલોર્ડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુલભાઈ રાઠોડ ની પ્રશંસનીય કામગીરીને સૌ કાર્યકરોએ આવકારી હતી અહીં બન્ને બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ નાનુંભાઈ ડાખરા સહિત જિલ્લાની ટિમ ઉપસ્થિત રહી હતી.