ખનીજ ચોરી કરીને લાખ્ખો કરોડોનો સરકારને ચુનો લગાડનાર માફિયાઓ ભો-ભીતર, બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રના અધિકારીની આકરી કાર્યવાહી, રાત્રીથી વહેલી સવાર સુધી સતત દસ કલાક ચાલ્યું ઓપરેશન, સવા કરોડનો મુદ્દામાલ કબ્જે, તમામ સામે આકરી કાર્યવાહીના આદેશ

સલીમ બરફવાળા
સિહોરના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને ટીમે ગઈકાલ રાત્રિથી ખનીજ માફિયાઓ સામે ઘોષ બોલાવી છે જેમાં અંદાજીત સવા કરોડના મુદ્દામાલ સાથે ૭ ડમ્પરને કબ્જે લઈ કાર્યવાહી આવી છે સિહોર અને વલ્લભીપુર પંથકમાં ખનીજ માફિયાઓ મનફાવે ત્યાં ખનન કરીને ખુલ્લેઆમ ખનીજ ચોરી કરીને કરોડો રૂપિયાને સરકારને ચુનો લગાવી રહ્યા છે સિહોર નજીકના ઘાંઘળીથી વલ્લભીપુર રોડે રોયલ્ટી પાસ વગર બેફામ ખનીજનું વહન કરવામાં આવી રહ્યું છે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને રોયલ્ટી વગર ખનીજની બેફામ ચોરીઓ થઈ રહી છે.

સરકારના તંત્રના નાક નીચેથી કરોડોની રોયલ્ટી ચોરી થતી રહે છે ત્યારે નવનિયુક્ત યુવા પ્રાંત અધિકારી અને ટીમે લાલ આંખ કરી છે સિહોર અને વલ્લભીપુર વિસ્તારોમાં ગત મોડી રાત્રીના સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને ટિમ દ્વારા રોયલ્ટી વિના હેરાફેરી કરી રહેલ વાહનોની સઘન ચેકીંગ હાથ ધરતા ગેરકાયદેસર ૭ ડમ્પરોને કબ્જે લઈ ધોરણસરની સખત કાર્યવાહી કરવામાં આવી છે સિહોર અને વલ્લભીપુર પંથકમાં મોટાપાયે ખનીજ ચોરીની થતી હોવાની ધ્યાને આવતા સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ મામલતદાર અને ટિમ તંત્ર દ્વારા મોડી રાત્રીના અચાનક હાઇવે પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

જેમાં ખનીજની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે ઘોષ બોલાવી છે ડમ્પર વાહનોના ચેકીંગ કામગીરી દરમિયાન ૭ જેટલા ડમ્પરો સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે સવા કરોડ જેટલો મુદ્દામાલ કબ્જે લેવાયો છે તમામ ડમ્પર અને મુદ્દામાલ વલ્લભીપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને ટિમ દ્વારા સતત ૧૦ કલાકથી વધુ સમય કામગીરી કરવામાં આવી હતી જેના કારણે ભુ-માફિયાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે ખનીજ માફીયાઓમાં રીતસર ફફડાટ અને ભય ફેલાયો છે ત્યારે નાયબ કલેકટરની કડક કાર્યવાહીથી કલાકોમાં જ ખનીજ ચોરોની શાન ઠેકાણે લાવીને રાખી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here