પાણી, લાઈટ, ગટર, આવાસ યોજના, કોન્ટ્રાકટર, કર્મચારી, દબાણ, રોડ, રસ્તા, તળાવ, ફિલ્ટર પ્લાન્ટ સહિતની સમસ્યા મુદ્દે વિપક્ષ આક્રમક, ભાજપના સભ્યો દ્વારા પ્રમુખના અણઘણ વહીવટના આક્ષેપોએ બેઠકમાં સન્નાટો મચાવી દીધો

હરેશ પવાર
સિહોર નગરપાલિકાની બજેટ બેઠકમાં સામસામે ભારે આક્રમકતા જોવા મળી હતી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતેના પટાંગણમાં આજે સવારના સમયે યોજાયેલ બેઠકમાં કોંગ્રેસ વિપક્ષ આક્રમક તેવર અને અંદાજમાં જોવા મળ્યું હતું નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેનની અધ્યક્ષતા અને ચિફઓફિસરની હાજરીમાં યોજાયેલ બજેટ બેઠકમાં અનેક મુદ્દાઓની સામસામે આક્રમક ચર્ચાઓ થઈ હતી ખાસ કરીને કોંગ્રેસ વિપક્ષ આક્રમક તેવર અંદાજમાં જોવા મળ્યું હતું ભાજપના પણ કેટલાક સભ્યોએ સવાલોનો મારો ચલાવીને અનેક સવાલો ઉઠાવ્યા હતા જેને લઈ બેઠકમાં ગરમા-ગરમી જોવા મળી હતી દીપશંગભાઈ રાઠોડ અને ડાયાભાઈ દ્વારા આંબેડકર ભવન ઉભું કરવા જમીનની માંગણી કરી હતી તેમજ કેટલાક નગરપાલિકા કર્મચારીઓને કાયમિક કરવા, ઉભરાતી ગટરો બંધ કરવી, નગરપાલિકા થયેલી કર્મચારીઓ ભરતી કેવી રીતે કરવામાં આવી તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો.

તેમજ તળાવનો પાળો રીપેરીંગ અને મરામત ક્યારે થશે, જેવા અનેક સવાલો ઉભા કરી પ્રમુખ સામે સીધા આક્ષેપો કરીને બેઠકમાં ગરમાવો લાવી દીધો હતો જ્યારે વિપક્ષના મુકેશ જાનીએ બેઠકમાં ભારે ધબઘબાટી દેકારા પડકારાઓ કરીને ૨૦૦૯ થી બનેલા ફિલ્ટર પ્લાન્ટ આજ સુધી શરૂ નથી થયો, તળાવ પાણીથી ભરચક હોવા છતાં પણ પાણી પુરવઠા પાસેથી વેચાતું પાણી લેવાનું આખરે કારણ શું, આવાસ યોજનામાં ચાલતા ભષ્ટાચાર, લાઈટોના કામો એજન્સીઓને આપી દીધા છતાં પાલિકાના કર્મચારીઓ કેમ કામ કરે છે, મામકાઓની ભરતી કોને પૂછીને કરો છો, એન્જીનીયર નિમણુંક કરવામાં આવી હોવા છતાં અહીં હાજર નહિ થવાનું કારણ શું, રોડ રસ્તાઓ બનાવતા કામોમાં કોન્ટ્રાકટરો સામેના અનેક સવાલો સાથે વિપક્ષ આકરા તેવરમાં જોવા મળ્યું હતું બેઠકમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો શાસક પક્ષના સભ્યો દ્વારા પ્રમુખ સામેના આક્ષેપોએ ચાલુ બેઠકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો બજેટ બેઠકમાં ૪ કરોડ જેવી રકમ રિવરફ્રન્ટ માટે ફાળવવામાં આવી છે

બોક્સ..

એકવીસમી સદીમાં પણ કામદારો ગટરમાં ઉતરવા મજબુર..શંખનાદે ઉઠાવેલો સવાલ સાધારણ સભામાં ગુંજયો

સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ઉભરાયેલ ગટરના પાણી બંધ કરવા એક કર્મી ગટરમાં ઉતરીને કામ કરતા હોવાના શંખનાદના અહેવાલનો પડઘો આજે સાધારણ સભામાં ગુજયો હતો વિપક્ષના મુકેશ જાનીએ શંખનાદ સમાચારનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે પાલિકા પાસે લાખ્ખો રૂપિયાના જેટીંગ મશીનો આવેલા છે અદ્યતન સાધનો હોવા છતાં કર્મીઓને ગટરમાં શા માટે ગટરમાં ઉતારી કામ કરવામાં આવે છે ભવિષ્ય આવું ન થાય તેની તકેદારી રાખવા મુકેશ જાનીએ માંગણી કરી છે ત્યારે શંખનાદના અહેવાલનો પડઘો સાધારણમાં પડ્યો હતો

બોક્સ..

ચાલુ બેઠકે આવાસ યોજના લાભાર્થી પ્રમુખને ફરિયાદ કરવા પોહચ્યા કહ્યું કોન્ટ્રાક્ટરો પૈસા લઈ ગયા..કામ નથી કરતા..

સિહોર નગરપાલિકાની આજે ચાલુ સાધારણ સભાએ આવાસ યોજનાના લાભાર્થીએ આવીને પ્રમખને કહ્યું કોન્ટ્રાકટરો પૈસા લઈ ગ્યા છે નવ મહિના થયા હજુ કામ થયું નથી..આ અરજદારની ફરિયાદે બેઠકમાં સન્નાટો મચાવીને રાખી દીધો હતો અરજદારનું કહેવું હતુ કે ૩૦ હજારના ઉઘરાણા કરીને નવ નવ મહિના થયા હોવા છતાં કોન્ટ્રાકટરો અને વચેટીયાઓ હવે જવાબો આપતા નથી કહી શકાય કે અગાઉ કોંગ્રેસ દ્વારા પણ આવાસ યોજના મુદ્દે ઉઠાવેલા સવાલો ઉઠાવ્યા હતા અને કોન્ટ્રાકટરો દ્વારા લીધેલા પૈસા પરત કરવા પડ્યા હતા જ્યારે આજે ફરી કોન્ટ્રાકટરના ઉઘરાણાની વાત સાધારણ સભાના ટેબલ સુધી પોહચી હતી જોકે પહેલેથી આવાસ યોજનાના કામોમાં ચૂંટાયેલા નગરસેવીકાના પતિદેવનું નામ અને કામ બન્ને ચર્ચામાં રહ્યું છે અને ભાજપના નગરસેવીકાના ઘર સુધી આવાસ યોજનાનો રેલો પોહચ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here