ઠંડી, ગરમીની અલગ મૌસમ, ઘરે ઘરે શરદી, તાવ, ઉધરસના વાયરા દવાખાના દર્દીથી ઉભરાયા, માસ્કનો પુરતો સ્ટોક આપવા માગ

હરિશ પવાર
વાતાવરણમાં વારંવાર પલ્ટો આવતા લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. સિહોરમાં મિશ્ર ઋતુના કારણે દર્દીઓથી દવાખાના ઉભરાઇ રહ્યાં છે ત્યારે હોસ્પિટલમાં માસ્કનો પુરતો જથ્થો આપવા લોકોની માગ ઉઠી છે સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડી અને ગરમીનો અહેસાસ નગરજનો કરી રહ્યાં છે. રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીને કારણે ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે જેમાં ખાસ કરીને પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.

સિહોર સરકારી હોસ્પિટલમાં રોજજે અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે હાલ તાવ, ઉધરસ, ગળુ બેસી જવુ, ઝાડા, ઉલ્ટીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તદુપરાંત પ્રાઇવેટમાં પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત થઇ રહ્યાં છે ત્યારે સામાન્ય તાવ, ઉધરસના દર્દીઓ ભયભીત થઇ રહ્યાં છે અને ડોક્ટરની સારવાર લેવી ફરજીયાત બની રહ્યું છે.

જેથી સરકારી હોસ્પિટલમાં માસ્કનો જથ્થો પૂરતો હોવાનું જરૂરી બન્યું છે કારણકે મેડિકલ સ્ટોર્સવાળા રૂા.૩-૪ના માસ્કના રૂા.૧૦થી રૂા.૧૫ લઇ રહ્યાનું દર્દી પાસેથી જાણવા મળી રહ્યું છે. આમ ડબલ ઋતુના કારણે સિહોર તાલુકામાં દર્દીઓનો વધારો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here