રેસ્ટ હાઉસ પાસે હાઇવે પર મેઘવદર નવા જાળીયા કરકોલીયા જવા મારે લોકો અવળે રસ્તે ચડી જાય છે, લોકોને મુશ્કેલી, ફરી સાઈન બોર્ડ મુકવાની માંગ

બ્રિજેશ ગૌસ્વામી
રોડ રસ્તા વિભાગ હંમેશા વિવાદમાં ઘરાયેલું રહે છે વારંવાર તંત્ર સામે આક્ષેપો થતા રહ્યા છે પરંતુ તંત્રને લેશમાત્ર કોઈ ફેર ન પડતો હોય તેવુ લાગે છે સિહોરના રાજકોટ રોડ રેસ્ટ હાઉસ પાસે બે માર્ગ ફંડાઈ છે સીધો માર્ગ રાજકોટ તરફ જાય છે અને રેસ્ટ હાઉસની ડાબી બાજુએ એકતા સોસાયટી થઈને મેઘવદર નવા જાળીયા કરકોલિયા તરશિંગડા તરફ ગામોમાં જવાતું હોઈ છે લોકોને મુશ્કેલી ઉભી ન થાય, લોકો ગેરમાર્ગે ન દોરાઈ, લોકો અવળા રસ્તે ન જતા રહે, માટે દિશા સૂચક બોર્ડ સિહોર રેસ્ટ હાઉસને અડીને દીવાલે મુકવામાં આવ્યું હતું.

પરંતુ તે બોર્ડ માંથી કોઈ આખે આખું લખાણનું લોખંડની પ્લેટ બોર્ડ કાઢીને ઉપાડી ગયુ છે જેથી સિહોર આસપાસના ચાર પાંચ ગામોમાં જવા માટે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે બોર્ડ નહિ હોવાથી વાહન ચાલકો તેમજ અજાણ્યા વાહન ચાલકો લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે જેથી જાગીને દિશા સૂચક બોર્ડ ફરી મુકવામાં આવે તેવી માંગ લોકો માંથી ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here