ગઇકાલે પ્રાંત અધિકારી અને તંત્રની કાર્યવાહી સામે ચોમેર પ્રશંશા, ખનીજ ચોરો સામે તંત્ર મેદાને પડતા ભૂમાફિયાઓ રીતસર ફફડી ઉઠ્યા

શંખનાદ કાર્યાલય
સરકારની તિજોરીને કરોડોનો ચુનો લગાડનાર ભૂમાફિયાઓ સામે હવે તંત્ર મેદાને પડ્યું છે સિહોર તેમજ વલ્લભીપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીઓ થતી રહે છે ખાસ કરીને ગેરકાયદેસર ખનીજ હેરફેર માટે આ વિસ્તારો જાણીતા છે એ સૌ જાણે છે પરંતુ જ્યારે કાયદાનો અમલ કરાવનાર અધિકારીઓ નબળા સાબિત થાય ત્યારે ગુનેગારો કાયદાઓ ઉપર હાવી થઈ જાય છે પછી બાબત ગમે તે ગુન્હાની હોઈ…પરંતુ એકાદ પ્રામાણિક અધિકારી જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે ગુનેગારોને તેમની હેસિયતની ખબર પડી જતી હોય છે છેલ્લા થોડા સમયથી સિહોરના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ મુકાયા છે.

ત્યારથી જે ખનીજ ચોરોથી ખૂદ તંત્ર અને સરકારના અધિકારીઓ કાર્યવાહી કરવામાં ડરતા હોઈ છે તેવા ખનીજ ચોરોને નાથવાનું કામ પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ કરી રહ્યા છે ગઈકાલે સિહોર વલભીપુરના હાઈ-વે પર ખનીજ માફિયાઓ સામે ઘોષ બોલાવી છે જેને લઈ ખનીજ ચોરોમાં વ્યાપક ફફડાટ ફેલાયો છે ગઇકાલની કામગીરી તપાસમાં કેટલાક વાહનોમાં ગેરકાયદે રેતી સહિતના ખનીજ ભર્યા વગર હોવાનુ બહાર આવ્યુ હતું. પાસ-પરમીટ વગર ખનીજ ચોરી થતી હતી તેથી સરકારી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાંત અધિકારી અને સરકારી તંત્રએ કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

બેન્ટોનાઈટ રેતી, માટી વગેરે જેવી ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્તિ ઝડપાય છે ટ્રક અને ડમ્પર ચાલકો પાસ-પરમીટ વગર ખનીજને એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા હતા તેથી સરકારી તંત્રએ લાલ આંખ કરી હતી. ઓવરલોડ ખનીજ ભરેલી ગાડીઓ પણ ઝડપાય હતી તેમજ કેટલાક ચાલકો પાસે વાહન ચલાવવાના લાઈસન્સ પણ ન હતા તેથી સરકારી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી છે છેલ્લા ઘણા સમય પછી ખનીજ ચોરો સામે કાર્યવાહીથી ભુમાફિયાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે જે તંત્ર અને અધિકારીઓની કામગીરીની ચોમેર પ્રશંસાઓ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here