જળ એ જ જીવન, પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજન સમારોહ યોજાશે, બપોરે બંધનમાં કાર્યક્રમ,

વિભાવરીબેન દવે કુંવરજીભાઈ બાવળીયા આપશે હાજરી, તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ, સમી સાંજે નાયબ કલેકટર રાજેશ ચૌહાણે સ્થળ વિઝીટ કરી

મિલન કુવાડિયા
સિહોરમાં આખું વર્ષ ગમે એવો સારો વરસાદ પડે પણ પાણીની સમસ્યા જેમ ની તેમ ઉભી રહે છે.ત્યારે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વિભાગ દ્વારા સિહોરમાં બે નવા પાણી માટેના પ્રોજેક્ટોના ખાતમહુર્ત કરીને પાણીની સમસ્યાઓ નિવારવા નવતર કામો હાથ ધરવામાં આવશે ત્યારે આવતીકાલે યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે અને કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે જેને લઈ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે સિહોરની જનતાની પાણીની સવલતોમાં વધારો કરવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર પાલીતાણા ગારીયાધાર અને ભાવનગર તાલુકા માટે મહત્વની કુલ 4 પાણી પુરવઠા યોજનાનું ભૂમિ પૂજન સમારોહ આવતીકાલે તા.૧૪ માર્ચ ૨૦૨૦ ને બપોરે ૩ કલાકે બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવશે.

સિહોરમાં પાણીની સગવડતા વધારવા સિહોર ઝોન સ્ટ્રેધરીંગ એન્ડ રિમોડેલિંગ પાણી પુરવઠા યોજના રૂ.૧૫૩૯.૪૬ લાખ અને સિહોર ઝોન સુધારણા પાણી પુરવઠા યોજના રૂ. ૧૩૩૪.૩૭ લાખના કામોના ખાતમુહૂર્ત કરીને શરૂ કરવામાં આવશે. અહીં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી પાણી પુરવઠા ના કુંવરજીભાઇ બાવલીયાના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવશે. આ સાથે મુખ્ય મહેમાનમાં રાજ્યના મંત્રી વિભાવરીબહેન દવે, ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા વિશેષ ઉપસ્થિત રહેશે ત્યારે કાર્યક્રમને સિહોર નાયબ કલકેટર રાજેશ ચૌહાણ સહિત અધિકારીઓ દ્વારા બંધન ખાતે કાર્યક્રમની સમીક્ષા કરીને કાર્યક્રમને આખરી ઓપ દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here