હડતાળ હોવા છતાં સિહોર મામલતદાર કચેરીની મહેસુલ કચેરીઓ ધમધમતી રહી
હરેશ પવાર
સિહોર સહિત રાજ્યના મહેસુલી કર્મચારીઓના પડતર માંગણીને લઈ અચોક્કસ મુદત હડતાળ પર ઉતરી ગયા છે તેમજ ના.મામલતદાર અને ક્લાર્ક પણ સાથે હડતાલમાં જોડાયા છે જોકે સિહોર મામલતદાર લેખિત ઓર્ડર મુજબ રેવન્યુ તલાટીશ્રીઓને ના.મામલતદાર ના ચાર્જ આપી.રાબેતા મુજબ કામગીરી ચાલુ રાખવામાં આવેલ અને તમામ રેવન્યુ તલાટીશ્રી આજે કચેરી સમય પહેલા ૧ કલાક વહેલા અને કચેરી સમય બાદ ૧ કલાક મોડેં સુધી કામગીરી કરે છે. તેમજ સિહોર મામલતદાર કચેરીનાં તમામ શાખાઓ કાર્યરત છે અને અરજદારો ને કોઈ ધકકો ન થાય તે માટે તમામ પ્રયાસ તંત્ર દ્રારા કરવામાં આવેલ.