થોડા દિવસોમાં લાખ્ખોના વેરાની વસુલાત, વેરો નહિ ભરનાર સામે કડક કાર્યવાહી માટેની તૈયારીઓ, શનિ રવિમાં પણ વેરો વસુલાશે

હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી વેરા વસુલાત ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ બાકી રકમ લ્હેણા મામલે શહેરની અનેક મિલ્કતોને નોટિસો આપવામાં આવી હતી જેની કડક ઉઘરાણી વેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા માટે અન્ય રીઢા બાકીદારોને નોટિસો ફટકારવામાં આવી છે હોવાનું જાણવા મળ્યું છે અને જેમાં બાકીદારો નિયત સમયમાં બાકી કર નહી ભરે તો તેમની મિલકતો સિલ કરવા સુધીના તૈયારીઓ કરવામાં આવી છે.

સિહોર શહેરની અનેક મિલ્કતોનો લાખો રૃપિયાનો ટેક્સ બાકી હોઇ નગરપાલિકાની આર્થિક સધ્ધર બનાવવા માટે પાલિકા ની વેરા વસુલાત શાખા દ્વારા છેલ્લા એક મહિનાથી બાકી લહેણાની વસુલાત કરવા માટે આક્રમક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી કડક ઉઘરાણી શરૂ થઈ છે સ્થળ પર જઈને કડક વસુલાત કરવામાં આવી રહી છે શનિ રવિ રજાના દિવસોમાં પણ વેરાની વસુલાત કચેરી શરૂ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here