ઈશ્વરનું બીજું રૂપ કામના ભારણ હેઠળ દબાયું – કોરો-ના વાયરસના ભય વચ્ચે સિહોર સરકારી હોસ્પિટલના તબીબ ૨૪ કલાક ખડે પગે

હરેશ પવાર
સિહોરની એકમાત્ર સરકારી હોસ્પિટલ (CHC) કે જ્યાં દિવસ અને રાતભર અસંખ્ય દર્દીઓનો ઘસારો રહે છે માત્ર બે જ તબીબો વચ્ચે ચાલતી હોસ્પિટલની કામગીરીમાં કહી શકાય કે ઈશ્વરનું બીજું રૂપ કામના ભારણ નીચે દબાયું છે સિહોર આજુબાજુના ૭૮ જેટલા ગામડાઓ તેમજ ભાવનગર રાજકોટ રોડનો ધોરી માર્ગ જે વારંવાર દિવસ દરમિયાન નાના મોટા અકસ્માતોની ઘટના બનતી હોય છે સારવાર લેવા માટે આજુબાજુ વિસ્તારોના લોકો માટે આશિર્વાદ સમા છે લોકો માટે સિહોર સરકારી હોસ્પિટલ એકજ વિકલ્પ રહ્યો છે પરંતુ અહીં ફરજ બજાવતા ડો.. યાદવ, અને ડૉ રૂબીના બે તબીબો વચ્ચે ૨૪ કલાક ધમ-ધમતી સમગ્ર હોસ્પિટલનું સંચાલન લાજવાબ અને કાબિલે-તારીફ છે અહીં હોસ્પિટલ ખાતે રોજજે ૪૦૦ થી વધુ (ઓપીડી) પેશન્ટની તપાસ થાય છે તમામ સુવિધા સાથે મેડિસિન, લેબોરેટરી, એક્સરે, સહિત વધુમાં આ કામગીરીઓ પણ થતી રહે છે.

ધોરી માર્ગ સાથે સિહોર સાથે પંથકના ગામો મોટા પ્રમાણમાં આવેલા છે જ્યાં મારામારી અકસ્માત અને અપમૃત્યુના બનાવો જેવા વારંવાર ઈમરજન્સી કેસો બનતા રહે છે ત્યારે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ઈશ્વરનું બીજું ગણાતા તબીબ ડો..યાદવ અને ડૉ રૂબીના બન્ને દર્દીઓની સેવામાં ખડેપગે રહે છે દિવસ રાત ઇમરજન્સી સેવાઓમાં સતત ખડેપગે રહીને એક માનવતાની મિસાલ આ તબીબોએ ઉભી કરી છે બીજી તરફ કોરો-ના ભય વચ્ચે સિહોર હોસ્પિટલ દિવસભર દર્દીઓથી ભરેલું રહે છે અમારા સહયોગી હરેશ પવારે આજે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી તેમના જણાવ્યા અનુસાર સિહોરનું સરકારી હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન અહીં રોજજે ૪૦૦ થી વધું દર્દીઓની તપાસ કરવામાં આવે છે.

ઉપરાંત અહીં મેડીસીન લેબોરેટરી એક્સરે સહિતના તમામ ધમ-ધમતા જોવા મળે છે સ્ટાફ સતત દર્દીઓની સેવા માટે ખડેપગે રહે છે હોસ્પિટલમાં સ્વચ્છતાની કાળજી પણ ગંભીરતાથી લેવામાં આવે છે બીજી તરફ સ્ટાફ દ્વારા સતત મોનીટરીંગ સાથે સતર્કતા રાખવામાં આવે છે અમારા સહયોગી હરેશ પવાર સાથે ફરજ પરના તબીબ રૂબીનાએ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશ દુનિયામાં કોરો-ના એ કહેર મચાવી રાખી દીધો છે જ્યારે આપડા રાજ્યની વાત કરીએ તો ગુજરાત અને ખાસ કરીને આપડા જિલ્લામાં કોરો-ના વાઇરલ અફવાથી દૂર રહેવું, તાવ, શરદી, માથું, ઉધરસ, જેવા લક્ષણો હોય.

તો તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી તેવું તબીબનું કહેવું છે ત્યારે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તબીબોને ખુબજ કામનું ભારણ રહે છે ૨૪ કલાક દર્દીઓની સેવામાં ખડેપગે રહે છે કહી શકાય કે ઈશ્વરનું બીજું રૂપ કામના ભારણ હેઠળ દબાયું છે કેટલાક લોકોને એવું પણ લાગશે કે સરકાર પગાર આપે છે અને તબીબો નોકરી કરે છે..વાત સાચી..પણ સિહોરના આ બન્ને તબીબો ૨૪ કલાક દર્દીઓની સેવામાં રહીને માનવતાની મિસાલ ઉભી કરી છે તે વાસ્તવિકતા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here