સિહોર ખાતે વિવિધ ચાર યોજના ના કામનો પ્રારંભ કરવામાં પા.પુ.મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

હરેશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે પાણી પુરવઠાની વિવિધ ચાર યોજનાના કામ નો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા એ કહ્યું કે પાણી માટે માનવવસ્તી સાથે પશુઓની સંખ્યા પણ ધ્યાને લેવા સરકારનું આયોજન થયું છે. પાણી પુરવઠા, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એ અહિં કાર્યક્રમમ વિવિધ ચાર યોજનાની આંકડાકીય વિગત આપતા કહ્યું કે વ્યક્તિ દિઠ ૧૦૦ લીટર શુધ્ધ પાણી મળશે તે સરકારનો ધ્યેય લેવા સરકાર નું આયોજન થયું છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા “નલ સે જલ”અભિયાન માં વર્ષ ૨૦૨૪ સુધી માં દરેકના ધર સુધી શુદ્ધ પાણી મળે તે સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી શ્રી નિતિનભાઈ પટેલ દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં અગાઉની યોજનાઓની સુધારણા કરવાનું નકકર આયોજન થયું છે.

ગુજરાત પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અહિયાં યોજયેલ કાર્યક્રમમાં સિહોર ઝોન સ્ટ્રેન્યનીંગ,રોનોડેલીંગ પાણી પુરવઠા યોજના સિહોર ઝોન સુધારણા પાણી પુરવઠા યોજના,પાલિતાણા જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અને પાલિતાણા જુથ સુધારણા અને ચાર ખાતમુહૂર્ત તથા પ્રારંભ કરાયેલ છે. આ કાર્યક્રમ માં સાંસદશ્રી ભારતીબેન શિયાળ સંવેદનશીલ સરકાર દ્રારા થઈ રહેલા કામોને બિરદાવેલ અને કહયું કે ભુતકાળમાં જે કામ નથી થયા તે થઈ રહ્યા છે.તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સરકારે આપણાં માટલા સુધી નમઁદા ના પવિત્ર જળ લાવી આપ્યા છે. ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી એ આજે મંત્રીશ્રી દ્રારા ધણાં કામોના ખાતમુહૂર્ત થયાનો આનંદ વ્યક્ત કયોઁ.

ધારાસભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વકતુબેન મકવાણા, સિહોર નગરપાલિકા અધ્યક્ષ શ્રી દિપ્તીબેન ત્રિવેદી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવો હકતે ખાતમુહૂર્ત વિધી તેમજ તક્તિનું અનાવરણ કરવામાં આવેલ. પાણી પુરવઠા વિભાગ ના ઈજનેર શ્રી તેજસભાઈ પરમારે યોજનાની વિગતો સાથે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કયું હતું. અહિં પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદારશ્રી નિનામા, પાણી પુરવઠા વિભાગ અધિકારીઓ જોડાયા હતા.આ કાર્યક્રમ માં આભારવિધિ પાણી પુરવઠા વિભાગના શ્રી મોરી એ કરી હતી અને સંચાલન માં શ્રી મિતુલભાઈ રાવલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here