સિહોર સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દર્દીનો ઘસારો રહે છે, આજે પ્રજાભિમુખ પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ મામલતદાર નિનામાએ વિઝીટ કરી,

રાજેશ ચૌહાણે હોસ્પિટલની તમામ સુવિધા સાધનોની ઝીણવટ ભરી તપાસ કરી, હોસ્પિટલના તબીબ ડો યાદવ, અને ડૉ રૂબીનાની કામગીરી બિરદાવી

હરેશ પવાર
કોરો-ના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે ત્યારે રાજ્ય સરકારની સાથે સાથે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ પણ આ મહામારીને ગંભીરતાથી લીધી છે સિહોરના પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને ટીમે આજે સાંજના સમયે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી સિહોરની સરકારી હોસ્પિટલ એ આજુબાજુ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બની ઉભી છે અહીંના તબીબોની વાત શબ્દો રૂપી થઈ શકે તેમ નથી તબીબોની માનવતા વિશે શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે ટૂંકમાં કહીએ તો અહીંના હાલના બન્ને તબીબો ઈશ્વરનું બીજું રૂપ ગણી શકાય.

કોરો-ના વાઇરસ વચ્ચે આજે હોસ્પિટલ ખાતે સિહોરના પ્રજાભિમુખ પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ દ્વારા વિઝીટ કરવામાં આવી હતી અને હોસ્પિટલ કામકાજનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં થતી દર્દીઓની સારવાર કામકાજ રૂબરૂ નિહાળ્યું હતું અહીંની સાધન સામગ્રી સુવિધાઓ અને સ્વચ્છતા બાબતને ખાસ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને હોસ્પિટલ ખાતે દર્દીઓનો ઘસારો વધુ રહે છે જેને પોહચી વળવા માટે પણ તબીબો સાથે ગહનથી ચર્ચાઓ કરી હતી આપને એ પણ જણાવી દઈએ કે પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ પ્રજાના માણસ છે.

એમના વિસ્તારોમા પ્રજાલક્ષી કામોમાં ખૂબ તકેદારી અને ઝીણવટ અને નાનામાં નાની પણ સમસ્યાઓની પણ નોંધ લઈ તંત્ર વિભાગોને સાવચેત કરે છે આજે હોસ્પિટલ વિઝીટમાં અહીં ફરજ બજાવતા ડો યાદવ અને ડૉ રૂબીનાની કામગીરીને બિરદાવી હતી અહીં સિહોર મામલતદાર નિનામાં સાથે સ્ટાફ પણ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here