સિહોર નજીકના બજુડના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા ૨ ને ઇજા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીકના બજૂડના પાટિયા પાસે બાઈક સ્લીપ થતા બે વ્યક્તિને ઇજા થવા પામી છે આજે બપોરના સમયે સિહોર નજીકના સણોસરાના વતની જેઓ પોતાના બાઇક ઉપર બન્ને ભાઈઓ જે બિહારીદાસ દામોદરદાસ દુધરેજીયા. ઉવ.૬૫. તેમજ હરજીવનદાસ દામોદરદાસ દુધરેજીયા. ઉ.વ.૬૦. જેઓ બાઇક પર પસાર થતા તે દરમિયાન ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સિહોર નજીકના બજુડ ના પાટિયા પાસે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતા અકસ્માત થતા સ્થાનિકો એકઠા થતા તાત્કાલિક ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. તબીબ દ્વારા સારવાર દરમિયાન બિહારીદાસ તેમજ હરજીવનદાસ ને ગંભીર ઇજા થતાં તેઓ ને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here